Election/ જામનગરમાં કોંગ્રેસની બાઇક રેલી, પરેશ ધાનાણી જોડાયા, કર્યા ભાજપ પર પ્રહાર

આજે મનપાની ચૂંટણી પ્રચારોનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે.

Gujarat Others
PICTURE 4 274 જામનગરમાં કોંગ્રેસની બાઇક રેલી, પરેશ ધાનાણી જોડાયા, કર્યા ભાજપ પર પ્રહાર
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વોર્ડ નંબર 15 અને 16 ના ઉમેદવારોની બાઈક રેલીમાં જોડાયા
  • ભાજપ પર કર્યા પ્રહારો
  • ભાજપના રાજમાં શિક્ષણ મોંઘુ અને આરોગ્ય સુવિધાઓ છે નહિ પીવાના પાણીની પણ તકલીફો છે
  • તળીયાના ભાવે ક્રુડ છે છતાં ગેસના ભાવો અને પેટ્રોલ અને ડીઝલના ભાવો વધી રહ્યા છે
  • જામનગર સહીત છ મનપામાં કોંગ્રેસનું શાશન આવશે
  • કેટલાય હિસ્ટ્રીશીટરોને ચુંટણી મોરચે આગળ ધરવામાં આવ્યા છે

આજે મનપાની ચૂંટણી પ્રચારોનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મતદારોને પોતાની તરફ વાળવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ભાજપ પાર્ટી આજે અમદાવાદમાં સી.આર.પાટીલની આગેવાનીમાં રેલી કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો પૂરો દમખમ બતાવી રહી છે.

Election / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન

આપને જણાવી દઇએ કે, જામનગરમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વોર્ડ નંબર 15 અને 16 નાં ઉમેદવારોની બાઇક રેલીમાં જોડાયા છે. જ્યા તેમણે ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, ભાજપનાં રાજમાં શિક્ષણ મોંઘુ થયુ છેે અને આરોગ્ય સુવિધાઓ સાથે પીવાનાં પાણીની પણ તકલીફો જોવા મળી રહી છે. આઝે તળીયાનાં ભાવે ક્રૂડ હોવા છતાં ગેસનાં ભાવો, પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યુ કે, જામનગર સહિત 6 મનપામાં કોંગ્રેસનું શાશન આવશે.

Election / એક જ દિવસે મતગણતરીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ