Not Set/ પુત્રવધુએ નિવૃત પોલીસકર્મી એવા સસરાને માથામાં છૂટો ઘા કર્યો, અને માથુ ફાડી નાખ્યું….

અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ મથક વિસ્તારના ધર્મનગર ખાતે રહેતા નિવૃત પોલીસ કર્મચારીને તેમની જ પુત્રવઘુએ માથામાં ઘા કર્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે. માથાભારે પુત્રવધુએ નિવૃત ASI એવા પોતાના સસરાને સમાન્ય ઘર ક્ન્કાસની બાબતમાં ઉશ્કેરાઈને માથામાં શાકભાજી ભરેલું બાસ્કેટ છુટ્ટું માર્યું હતું. જેને કારણે સસરાનું માથું ફાટી ગયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડતા માથાના […]

Ahmedabad Gujarat
9f20546995dee63b9251bff78a8d3984 પુત્રવધુએ નિવૃત પોલીસકર્મી એવા સસરાને માથામાં છૂટો ઘા કર્યો, અને માથુ ફાડી નાખ્યું....
9f20546995dee63b9251bff78a8d3984 પુત્રવધુએ નિવૃત પોલીસકર્મી એવા સસરાને માથામાં છૂટો ઘા કર્યો, અને માથુ ફાડી નાખ્યું....

અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ મથક વિસ્તારના ધર્મનગર ખાતે રહેતા નિવૃત પોલીસ કર્મચારીને તેમની જ પુત્રવઘુએ માથામાં ઘા કર્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે. માથાભારે પુત્રવધુએ નિવૃત ASI એવા પોતાના સસરાને સમાન્ય ઘર ક્ન્કાસની બાબતમાં ઉશ્કેરાઈને માથામાં શાકભાજી ભરેલું બાસ્કેટ છુટ્ટું માર્યું હતું. જેને કારણે સસરાનું માથું ફાટી ગયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડતા માથાના ભાગે 10 ટાંકા આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મનગર ખાતે રહેતા કાંતિલાલ પુરોહિત પોતાનાં પરિવાર સાથે રહે છે. કાંતિલાલ 1988માં એએસઆઇ તરીકે નિવૃત થયા હતા. તેમને સંતાનોમાં 2 પુત્રો છે. જે પૈકી એક પુત્ર લંડનમાં છે. જ્યારે એક પુત્ર અહીં પરિવાર સાથે જ રહે છે. 11 તારીખે સસરા અને પુત્રવધુ વચ્ચે રૂમમાં જોવા બાબતે માથાકુટ થઇ હતી. જેના કારણે જોતજોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

સામાન્ય બાબતથી ચાલુ થયેલી માથાકુટે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલી વહુએ શાકભાજીનું બાસ્કેટ સસરાનાં માથામાં છુટ્ટું માર્યું હતું. કાંતિલાલનું માથુ ફાટી જતા તેમને તત્કાલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને ઇજા પર 10 ટાંકા આવ્યા હતા. હાલ આ મુદ્દે પુત્રવધુ શ્રદ્ધા સામે ગુનો દાખલ થયો છે અને પોલીસ આ મુદ્દે વધારે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.