Not Set/ પેટાચૂંટણી પહેલા વલસાડ કોગ્રેસમાં ગાબડું, 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ગરમાવો છે. ભજ, કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ધોળી પાડા ખાતે સરીગામ અને બાજુના ગામના 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો વધ્યો […]

Gujarat Others
30b2bd43b701dd14cc2ef15bce0aa54f પેટાચૂંટણી પહેલા વલસાડ કોગ્રેસમાં ગાબડું, 500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ગરમાવો છે. ભજ, કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે.

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ધોળી પાડા ખાતે સરીગામ અને બાજુના ગામના 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો વધ્યો છે. આ તમામ કાર્યકર્તાઓને રાજ્યના આદિજાતિ મંત્રી રમણ પાટકરે ખેસ પહેરાવી કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યાં હતાં. 

આપને જણાવી દઈએ કે, આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી ‘તોડફોડ’ જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે. કૉંગ્રેસમાં ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ પણ ગરમાયો છે. હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરીગામથી ધોડીપાડા સુધી એક વાહન રેલી પણ યોજી હતી. વાહન રેલી બાદ ધોડીપાડામાં યોજાયેલા કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.