Not Set/ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કામગીરી કરી કોરોનાએ, સાબરમતી નદીનું પાણી વર્ષો બાદ શુદ્ધ જોવા મળ્યું

પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જે કામ વર્ષોમાં નાં કરી શક્યું તે કામ કોરોનાએ ૩૦ દિવસમાં કરી આપ્યાના પુરાવા નજરો સામે જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પ્રદુષણ ને નાથવામાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નાકામયાબ નીવડ્યું હતું પરંતુ આ જ કામ કોરોનાએ ચપટી વગાડતામાં કરી અઆપ્યું છે. છેલ્લા 36 દિવસથી ચાલતા લોક ડાઉન ને કારને ગુજારત સહીત દુનિયાના […]

Ahmedabad Gujarat
9433e3d08cea36e8c56fe9d3e77c695d પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કામગીરી કરી કોરોનાએ, સાબરમતી નદીનું પાણી વર્ષો બાદ શુદ્ધ જોવા મળ્યું
9433e3d08cea36e8c56fe9d3e77c695d પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કામગીરી કરી કોરોનાએ, સાબરમતી નદીનું પાણી વર્ષો બાદ શુદ્ધ જોવા મળ્યું

પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જે કામ વર્ષોમાં નાં કરી શક્યું તે કામ કોરોનાએ ૩૦ દિવસમાં કરી આપ્યાના પુરાવા નજરો સામે જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પ્રદુષણ ને નાથવામાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નાકામયાબ નીવડ્યું હતું પરંતુ આ જ કામ કોરોનાએ ચપટી વગાડતામાં કરી અઆપ્યું છે. છેલ્લા 36 દિવસથી ચાલતા લોક ડાઉન ને કારને ગુજારત સહીત દુનિયાના તમામ શહેર્મો પ્રદુષણ લેવલ ખુબ ઝડપથી ઘટી ગયું છે.

ભારતીય સંસ્કૃતિમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.તેમ છતાં અમદાવાદ ની સાબરમતી નદી માં ઔદ્યોગિક એકમો દ્વારા સતત છોડતું દૂષિત પાણી અભિશાપ સમાન છે ત્યારે લોકડાઉન ના આ દિવસો થી ઉદ્યોગો બંધ થતાં સાબરમતી ને પુનઃ જીવનદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે..

સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન શરૂ ...
 

અમદાવાદની સાબરમતી નદી હંમેશા ચર્ચામાં રહી છે એ પછી ૧૯૯૦ નો દાયકો હોય કે જયારે નદીમાં લોકો ક્રિકેટ રમતા હતા અને સર્કસ લગતા હતા પરંતુ દાયકાઓ બદલાતા અમદાવાદ આધુનિક બન્યું .. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બન્યો અને સુક્કી ભટ નદી બે કાંઠે વહેતી બની.. જયાં સી પ્લેન પણ ઉડ્યું જેમાં ખુદ વડાપ્રધાન મોદી પણ બેઠા હતા.. પરંતુ આ જ સાબરમતી નદી નું પાણી દુષિત હોવાના અનેક વખત પુરાવાઓ જોવા મળ્યા છે . તે પછી નારોલ વટવાના ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતું દુષિત પાણી હોય કે પછી વર્ષો જુના નાળા હોય અનેક કારણોના કારણે સાબરમતી નદી દુષિત થતી આવી છે પરંતુ આ જ સાબરમતી નદી નું પાણી વર્ષો બાદ શુદ્ધ જોવા મળ્યું છે ..જેનું મુખ્ય કારણ છે કે  લોકડાઉનના પગલે  ઉદ્યોગો બંધ છે જેના કારણે સાબરમતી નદી માં દુષિત પાણીની આવક બંધ થઈ છે  છેલ્લાં 5 વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે સરકાર 500 કરોડ થી વધુ પૈસા પાણીની જેમ ખર્ચી ચુકી છે તેમ છતાં પણ સાબરમતી નદી રાજ્યની દૂષિત નદીઓમાં પાંચમા ક્રમાંકે આવે છે .. તો વળી જે એકમો દવારા દૂષિત પાણી ઠાલવવામાં આવે છે તેમને પણ અનેક વખત NGT અને GPCB દ્વારા નોટિસ પઠાવવામાં આવી છે તેમ છતાં પણ સાબરમતી શુદ્ધ કરવી તંત્ર માટે માથાના દુખાવા સમાન બની હતી ત્યારે  લોકડાઉનના પગલે ઉદ્યોગો બંધ રહેતા  નદી બંને કાંઠે શુદ્ધ જોવા મળી રહી છે.

રીમા દોશી, મંતવ્ય ન્યુઝ અમદાવાદ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.