Not Set/ બનાસકાંઠા/ ડીસામાં નગરસેવકના પિતા વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત

બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. નગરસેવકના પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ડીસા પાલિકાના ભાજપના સદસ્ય જીતુભાઇ રાણાના પિતા ઘરમાભાઈ જેસંગભાઈ રાણાએ વ્યાજખોરોના ત્રાસથી સોમવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપને જણાવી દઈએ કે મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ […]

Gujarat Others
4a24291f7d5c4ec690efeedc2cda95e4 બનાસકાંઠા/ ડીસામાં નગરસેવકના પિતા વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત

બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. નગરસેવકના પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ડીસા પાલિકાના ભાજપના સદસ્ય જીતુભાઇ રાણાના પિતા ઘરમાભાઈ જેસંગભાઈ રાણાએ વ્યાજખોરોના ત્રાસથી સોમવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપને જણાવી દઈએ કે મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 3 લાખમાં ગીરવે મૂક્યા બાદ મકાન ખાલી કરવા માટે વ્યાજખોરો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.