Not Set/ બનાસકાંઠા/ સારો વરસાદ થતાં જળાશયોમાં આવ્યા નવા નીર

  બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોડે મોડે પણ વરસાદ શરૂ થયો છે. અને છેલ્લા એક અઠવાડિયાથી સારો વરસાદ થતાં હવે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઇ છે. આમ તો બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો તળિયાઝાટક થઇ ગયા હતા. પરંતુ રાજસ્થાનના માઉન્ટ આબુ સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને […]

Gujarat Others
a827a5af0facf3559e395dd9f83f1599 બનાસકાંઠા/ સારો વરસાદ થતાં જળાશયોમાં આવ્યા નવા નીર
 

બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોડે મોડે પણ વરસાદ શરૂ થયો છે. અને છેલ્લા એક અઠવાડિયાથી સારો વરસાદ થતાં હવે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઇ છે. આમ તો બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો તળિયાઝાટક થઇ ગયા હતા.

પરંતુ રાજસ્થાનના માઉન્ટ આબુ સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને માઉન્ટ માં તો ત્રણ દિવસ દરમ્યાન 28 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાવાસીઓ હરખાયા છે.

દાંતીવાડા ડેમ ની અંદર માત્ર દોઢ ટકા જેટલું જ પાણી હતું.ત્યારે ડેમમાં નવું સાત ફૂટ જેટલું પાણી આવ્યું છે.  રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અત્યારે 5600 ક્યુસેક પાણીની આવક ચાલુ છે , જેથી આ ડેમ માં પાણી ની સપાટી 531 થી વધી 539 ફૂટ જેટલી થઈ છે. બનાસકાંઠા જિલ્લા માટે દાંતીવાડા ડેમ જીવાદોરી સમાન છે.  અને આ ડેમમાં જેટલું વધુ પાણી આવે તેટલો જ વધુ ફાયદો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને થાય છે તયારે બનાસકાંઠા જિલ્લાના લોકો હવે આ ડેમ જલ્દી ભરાય તેવી આશા રાખી રહ્યા છે.

ભરત સુંદેશા, બનાસકાંઠા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.