Not Set/ ભાવનગર/ ચોગઠ ગામે કાળુભાર નદીમાં ૩ યુવાનો ડૂબ્યા, ઘટના બાદ તંત્ર ઉદાસીન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ચોગઠ ગામે ચાર યુવાનો કાળુભાર નદીમાં ડૂબ્યા નો બનાવ બન્યો હતો. સુત્રોમાંથી મળેલી પ્રાથમિક માહિતીના આધારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ પાસેથી કાળુભાર નદીના કાંઠે આવેલા ખેતર પર કપાસ વીણવા ગયા હતા. જેમાંથી ચાર યુવાનો અકસ્માતે નદીમાં ડૂબી ગયાની ઘટના બની હતી. જ્યારે એક યુવાન બહાર હોય જેના દ્વારા સમગ્ર […]

Gujarat Others
280458915e1785bfd0b0207a297001db ભાવનગર/ ચોગઠ ગામે કાળુભાર નદીમાં ૩ યુવાનો ડૂબ્યા, ઘટના બાદ તંત્ર ઉદાસીન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ચોગઠ ગામે ચાર યુવાનો કાળુભાર નદીમાં ડૂબ્યા નો બનાવ બન્યો હતો. સુત્રોમાંથી મળેલી પ્રાથમિક માહિતીના આધારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ પાસેથી કાળુભાર નદીના કાંઠે આવેલા ખેતર પર કપાસ વીણવા ગયા હતા. જેમાંથી ચાર યુવાનો અકસ્માતે નદીમાં ડૂબી ગયાની ઘટના બની હતી.

જ્યારે એક યુવાન બહાર હોય જેના દ્વારા સમગ્ર ઘટનાને લઇને લોકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ચોગઠ ગામેથી લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં ગરકાવ થયેલા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આંણદ/ સોજીત્રા રોડ પર ટેમ્પો નહેરમાં ખાબક્યો, 2 લોકોનાં મોત, 3 લાપત્તા

લોકો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિક તરવૈયાઓની એકાદ કલાકની મહેનત બાદ એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય ત્રણ ની શોધખોળ હજી કરી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઇને ઉમરાળા પોલીસ મામલતદાર અને ફાયર બ્રિગેટ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પૂરતા સાધનોન હોવા અને ટીમ આવે છે તેમ કહેવામાં આવ્યું હોવાનું લોકોએ જણાવ્યું તંત્ર તો પહોંચ્યું પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યો હતો કે દોઢ કલાક વીત્યા છતાં તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. જયારે ડૂબી ગયેલા ત્રણ યુવાનની શોધખોળ હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ