Not Set/ મહેશ શાહે IT ને કાળું નાણું જાહેર કરાવનારના જણાવ્યા નામ, મીડિયામાં નિવેદન નહિ આપવા IT ની ચેતવણી

અમદાવાદઃ IDS સ્કિમ અંતર્ગત પોતાનું  13860 કરોડનું કાળું નાણું જાહેર કરીને દેશમાં ચકચાર જગાવનાર મહેશ શાહે IT વિભાગને અમુક નામ આપ્યા હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. આ મામલે IT એ મહેશ શાહને મીડિયા સમક્ષ નહિ બોલવા માટે જણાવાયું છે. કાળું નાણું જાહેર કર્યા બાદ જ્યારે પહેલો હપ્તો ભરવાનો આવ્યો ત્યારે અચાનક જ […]

Uncategorized

અમદાવાદઃ IDS સ્કિમ અંતર્ગત પોતાનું  13860 કરોડનું કાળું નાણું જાહેર કરીને દેશમાં ચકચાર જગાવનાર મહેશ શાહે IT વિભાગને અમુક નામ આપ્યા હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. આ મામલે IT એ મહેશ શાહને મીડિયા સમક્ષ નહિ બોલવા માટે જણાવાયું છે.

કાળું નાણું જાહેર કર્યા બાદ જ્યારે પહેલો હપ્તો ભરવાનો આવ્યો ત્યારે અચાનક જ ભૂગર્ભમાં ઉતરી ગયેલા મહેશ શાહ નાટકીય રીતે મીડિયા સમક્ષ હાજર થઇને હાઇ વૉલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. એક ખાનગી ટીવી ચેનલમાં જ્યારે મહેશ શાહ ઇન્ટરવ્યૂ આપી રહ્ય હતો ત્યારે સ્ટુડિયોમાંથી તેની  IT અને સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. આખી રાત પુછપરછ કર્યા બાદ સવારે છોડી મૂકવામાં આવ્યો હતો.

મહેશ શાહે ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ રૂપિયા ભેળ છે. જેમા મોટા માથાઓ હોવાની વાત કરી હતી. જેમા રાજકીય નેતાથી માંડીને મોટા બીઝનેશમેનનો પણ સમાવેશ થાય છે.