Not Set/ માંગરોળ/ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી ખંડિત કરાતાં…

  માંગરોળ ના તરસાડી ખાતે દલિત સમાજ ના લોકો નો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. તરસાડીના આંબેડકર ચોક ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરાતાં દલિત સમાજના લોકો ભેગા થયાં હતા. અજાણ્યા તત્વો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા તત્વોએ મોઢાના […]

Gujarat Surat
d5fdc8bc6d6853c59dab55f85c41f679 માંગરોળ/ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી ખંડિત કરાતાં...
 

માંગરોળ ના તરસાડી ખાતે દલિત સમાજ ના લોકો નો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. તરસાડીના આંબેડકર ચોક ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરાતાં દલિત સમાજના લોકો ભેગા થયાં હતા. અજાણ્યા તત્વો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અજાણ્યા તત્વોએ મોઢાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ દલિત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  ત્યારે આ કૃત્ય કરનાર તત્વો ને ઝડપી તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવા દલિત સમાજ ના લોકો માંગ કરી રહ્યા છે. આજ રોજ આના જ વિરોધ માં સુરત આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ તેમજ દલિત સમાજ ના આગેવાન કિશોર પાનવાલા સાથે મોટી સંખ્યા માં દલિત સમાજ ના લોકો તરસાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને નુકશાન પહોંચાડનાર ટિકણખોરો ને પકડી થી ઝડપી પોલીસ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.