Not Set/ મોહંમદ સિરાજ અને શ્રેયસ આયરનો T-20ની ટીમમાં સમાવેશ,અશ્વીન-જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી

  મુંબઇ ન્યુઝીલેન્ડ સામે 1 નવેમ્બરથી શરૂ થતી ટી-20 મેચમાં ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ અને બેટ્સ મેન શ્રેયસ આયરનો 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ભારત ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20ની મેચ રમશે. સનરાઇઝ હૈદરાબાદની ટીમમાંથી રમતા મોહંમદ સિરાજને તેના સાતત્યપુર્ણ પરફોમન્સને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની મેચોમાં ભારતની એ ટીમમાંથી […]

Sports
news23.04image મોહંમદ સિરાજ અને શ્રેયસ આયરનો T-20ની ટીમમાં સમાવેશ,અશ્વીન-જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી

 

મુંબઇ

ન્યુઝીલેન્ડ સામે 1 નવેમ્બરથી શરૂ થતી ટી-20 મેચમાં ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ અને બેટ્સ મેન શ્રેયસ આયરનો 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ભારત ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20ની મેચ રમશે.

સનરાઇઝ હૈદરાબાદની ટીમમાંથી રમતા મોહંમદ સિરાજને તેના સાતત્યપુર્ણ પરફોમન્સને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની મેચોમાં ભારતની એ ટીમમાંથી રમતા સિરાજે જોરદાર પરફોમન્સ કરતાં તેના નામ પર સિલેક્ટરોએ મહોર મારી હતી.

મુંબઇના બેટ્સમેન  શ્રેયસ આયરનું પરફોમન્સ ભારતની એ ટીમ માટે સાતત્યપુર્ણ રહેતા તેની પણ પસંદગી કરવામાં આવી છે.

સિલેક્શન કમિટીના ચેરમેન એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે ટીમના સભ્યોને રોટેશન પોલીસી પ્રમાણે બદલતા રાખવામાં આવશે.

શ્રીલંકા સામેની પ્રથમ બે ટેસ્ટમાં અશ્વીન જાડેજા પાછા ફર્યા

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ટીમમાં પાછા ફર્યા છે. અજિંક્ય રહાણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં વાઇસ કૅપ્ટન હશે.

ટેસ્ટ ટીમમાં લાંબા સમય બાદ, મુરલી વિજય પાછો ફર્યો છે. મુરલી વિજય આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘાયલ થયો હતો. મુરલી વિજયના ફિટ થઈ ગયા બાદ તે ટીમમાં પાછો ફર્યો હતો અને હવે તેની અભિનવ મુકુંદની જગ્યાએ પસંદગી કરવામાં આવી છે. અગાઉના ટેસ્ટ શ્રેણીમાં હાથની ઈજાના કારણે વિજય શ્રીલંકા સામે રમ્યો ન હતો.

આ પ્રવાસમાં શ્રીલંકા ટીમ ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ટી -20 મેચ રમશે. બે ટીમો વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 16 નવેમ્બરે કોલકતામાં રમાશે. તમને જણાવશું કે આ કોલકતામાં ઈડન ગાર્ડન્સ મેદાન પર શ્રીલંકાના ટીમની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. કોલકાતામાં ટેસ્ટ મેચ પૂર્વે શ્રીલંકન ટીમ ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમશે.