Not Set/ મોરબી/ પોલીસમાં ફરજ બજાવતા યુવક –યુવતી ઇલુ ઇલુ કરતા નજરે ચઢ્યા

ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઈ ૩ મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. અ કપરી સ્થિતિમાં સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસકર્મીઓ કે મીડિયાકર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, પરંતુ મોરબી જીલ્લાના વાંકાનેરમાં બે પોલીસકર્મીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે.  મોરબીના વાંકાનેરમાં આવેલી દિગ્વિજય સોસાયટી પાસે અડધી […]

Gujarat Others
fcd128468c997e418dc0fedb3af12b00 મોરબી/ પોલીસમાં ફરજ બજાવતા યુવક –યુવતી ઇલુ ઇલુ કરતા નજરે ચઢ્યા

ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઈ ૩ મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. અ કપરી સ્થિતિમાં સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસકર્મીઓ કે મીડિયાકર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, પરંતુ મોરબી જીલ્લાના વાંકાનેરમાં બે પોલીસકર્મીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. 

મોરબીના વાંકાનેરમાં આવેલી દિગ્વિજય સોસાયટી પાસે અડધી રાત્રે વાંકાનેર સીટી પોલીસ મથકના મહિલા પોલીસ કર્મી અને પોલીસ જવાનને સ્થાનિક લોકોએ ઝડપી લીધા હતાં અને ત્યાં તેઓ ઇલુ ઇલુ કરતા હોય એવું સામે આવ્યું છે. જો કે બન્નેની પૂછપરછ કરતા પોલીસકર્મીને જવાબ આપવો ભારે પડી ગયો હતો અને તેઓએ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો.

વાંકાનેરમાં ગત રાત્રે સ્થાનિક લોકો દ્વારા મહિલા પોલીસકર્મી અને પોલીસ જવાનને ઉભા રાખીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ જવાનનો લોકોની પૂછપરછમાં યોગ્ય જવાબ આપી શકતો નથી. પણ મહિલા પોલીસ કર્મચારી અહીં મંદિરે દર્શન કરવા આવ્યા હોવાનું કહે છે. જોકે અડધી રાત્રે એક પુરુષ અને મહિલા મંદિરે દર્શને આવે એ વાત કઈ રીતે સાબિત થાય. 

સ્થાનિકોએ પકડ્યા બાદ હવે અહીં નહિં આવીએ તેવું કહીને બન્ને પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હોય તેવું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલાં વિડીયોમાં નજરે પડે છે, પરંતુ બંને કર્મીઓ હરકત શંકાસ્પદ હોવાનું સાબિત થાય છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ વિડિઓ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.