Not Set/ યૂપીમાં વધુ એક ટ્રેન અકસ્માત શકિતપુંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ખડી પડયા

યૂપીમાં વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. ત્યારે હવે યૂપીના સોનભદ્ર વિસ્તારમાં હાવડાથી જબલપુર જઈ રહેલી શક્તિપુંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા છે. જેમાં ACના 4 કોચ, જનરરલના 2 કોચ, SLRનો 1 કોચ સામેલ છે.આ ઘટના ગુરુવારે સવારે 6.15 વાગે સર્જાઈ હતી. જોકે આ ઘટનાથી કોઈ જનહાનિ થઈ ન હતી.મહત્વનુ છે કે […]

India
Shaktipunj Express Accident યૂપીમાં વધુ એક ટ્રેન અકસ્માત શકિતપુંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ખડી પડયા

યૂપીમાં વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. ત્યારે હવે યૂપીના સોનભદ્ર વિસ્તારમાં હાવડાથી જબલપુર જઈ રહેલી શક્તિપુંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા છે. જેમાં ACના 4 કોચ, જનરરલના 2 કોચ, SLRનો 1 કોચ સામેલ છે.આ ઘટના ગુરુવારે સવારે 6.15 વાગે સર્જાઈ હતી. જોકે આ ઘટનાથી કોઈ જનહાનિ થઈ ન હતી.મહત્વનુ છે કે ઘટના સર્જાઈ ત્યારે મુસાફરો ઉંઘી રહ્યા હતા. આ ઘટના સર્જાતા રાંચી અને ધનાબાદથી રેલના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા.મહત્વનુ છે કે યૂપીમાં 20 દિવસમાં ત્રીજી વખત રેલ દુર્ઘટના સર્જાઈ છે.. આ પહેલા યૂપીમાં 19 ઓગસ્ટના રોજ મુજફ્ફર નગરના ખતૌલી પાસે કલિંગ ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.જેમાં 23 લોકોના મોત થયા હતા. બીજી તરફ 23 ઓગસ્ટના રોજ આજમગઢથી દિલ્હી તરફ જતી કેફિયત એક્સ્પ્રેસના 12 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. જેમા 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે 20 દિવસમાં ત્રીજી વખત અક્સ્માત સર્જાતા રેલ્વે તંત્ર પર સવાલો ઉઠ્યા છે