Not Set/ યૂપીમાં સ્કુલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 25 બાળકોના મોત, 40 ઘાયલ

એટાઃ ઉત્તર પ્રદેશમાં એક મોટી સડક દુર્ઘટના સામે આવ્યો છે. આ એક સ્કુલ બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 25 બાળકોના મોત થયા હતા. જ્યારે 40 બાળકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના એટા અલીગંજ રોડ પર થઇ હતી જ્યારે બાળકો સ્કુલે જઇ રહ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે, ઘુમ્મસના લીધે મૃતકની સંખ્યા હજી વધવાની શક્યતા વ્યક્ત […]

Uncategorized
યૂપીમાં સ્કુલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 25 બાળકોના મોત, 40 ઘાયલ

એટાઃ ઉત્તર પ્રદેશમાં એક મોટી સડક દુર્ઘટના સામે આવ્યો છે. આ એક સ્કુલ બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 25 બાળકોના મોત થયા હતા. જ્યારે 40 બાળકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના એટા અલીગંજ રોડ પર થઇ હતી જ્યારે બાળકો સ્કુલે જઇ રહ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે, ઘુમ્મસના લીધે મૃતકની સંખ્યા હજી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ આ બસ જેએસ વિદ્યા પબ્લિક સ્કૂલની હતી. જે બાળકોને સ્કુલે છોડવા જતી હતી. બસમાં 50-60 બાળકો સવાર હતા. સ્કુલના બાળકોન બસ રેતી ભરેલી ટ્રક સાથે ટક્કરાઇ હતી. પ્રાથમિક જાણકારી મુજબ ઘુમ્મસના લીધે આ દુર્ઘટના થઇ છે. જાણકારોના જણાવ્યા અનુસાર રેતીથી ભરેલા ટ્રક સામેથી આવી રહ્યો હતો. જેની બસ સાથે સીધી ટક્કર થઇ ગઈ હતી.