Not Set/ રશિયન વૈક્સીનની ઝડપી તૈયારી અંગે નિષ્ણાંતો ચિંતીત

  રશિયા ઓક્ટોબરથી કોરોના વાયરસ સામે એક મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. રશિયાનાં આરોગ્ય પ્રધાન મિખૈલ મુરાશ્કોએ કહ્યું છે કે, દેશનાં આરોગ્ય અધિકારીઓ વૈક્સીનેશન કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, પહેલા દેશનાં ડોકટરો અને શિક્ષકોને રસીની પૂરવણી આપવામાં આવશે. રોઇટર્સનાં એક અહેવાલ મુજબ, રશિયન નિયમનકારો આ મહિનામાં દેશની પ્રથમ કોરોના […]

World
d2c70046287a977d9944d94a403780de રશિયન વૈક્સીનની ઝડપી તૈયારી અંગે નિષ્ણાંતો ચિંતીત
 

રશિયા ઓક્ટોબરથી કોરોના વાયરસ સામે એક મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે. રશિયાનાં આરોગ્ય પ્રધાન મિખૈલ મુરાશ્કોએ કહ્યું છે કે, દેશનાં આરોગ્ય અધિકારીઓ વૈક્સીનેશન કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, પહેલા દેશનાં ડોકટરો અને શિક્ષકોને રસીની પૂરવણી આપવામાં આવશે.

રોઇટર્સનાં એક અહેવાલ મુજબ, રશિયન નિયમનકારો આ મહિનામાં દેશની પ્રથમ કોરોના વાયરસ રસીને મંજૂરી આપી શકે છે. જો કે, કેટલાક નિષ્ણાંતોએ રસીની ઝડપી તૈયારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અગાઉ અમેરિકાનાં મુખ્ય ચેપી રોગ વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે રશિયા અને ચીન અસલમાં રસીનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ફાઉચીએ કહ્યું કે તેમને વિશ્વાસ નથી કે અમેરિકા પહેલા અન્ય દેશ વૈક્સીન બનાવી લેશે અને અમેરિકાને તેમના પર નિર્ભર રહેવું પડશે.

વિશ્વભરમાં કોરોના વાયરસની 20 થી વધુ રસીઓ કાર્યરત છે. વળી રશિયાનાં આરોગ્ય પ્રધાન મિખૈલ મુરાશ્કો કહે છે કે મોસ્કોમાં સ્થિત ગમલેયા સંસ્થાએ રશિયન રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી દીધી છે અને હવે કાગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, રશિયામાં કોરોના વાયરસનાં અત્યાર સુધીમાં 8,45,443 કેસ નોંધાયા છે અને 14,058 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી વિશ્વમાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 1.8 લાખને વટાવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.