Not Set/ જો અમેરિકા સૈનિક અફધાનિસ્તાનથી હટશે તો દેશ પર તાલિબાન ફરી કબ્જો કરી લેશે..?

તાલિબાનોએ અમેરિકાને આપી ધમકી

World
Untitled 142 જો અમેરિકા સૈનિક અફધાનિસ્તાનથી હટશે તો દેશ પર તાલિબાન ફરી કબ્જો કરી લેશે..?

ઘમકી – અમેરિકા સમાચાર એજન્શીએ શુક્રવારે એક અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકા ગુપ્તચર એજન્શીએ બિડેન પ્રશાસનને કહ્યું કે જો અમેરિકાએ પોતાના સૈનિક અફધાનિસ્તાનથી હટાવી લીધા તો બે ત્રણ વર્ષમાં જ તાલિબાનો અફધાનિસ્તાન પર કબ્જો કરી લેશે. ન્યોર્કટાઇમ્સમાં જણાવવામાં આવ્યું છે કે જો આ પગલું ભરવામાં આવશે તો અલકાયદાને ફરી અફધાનિસ્તાનમાં મજૂરી મળી જશે જે ઘાતક સાબિત થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020માં ટ્રંમ્પ સરકારે એક કરાર કર્યો હતો કે 1લી મેના દિવસથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના અમુક સૈનિકો હટાવી લેવામાં આવશે. જો કે બાઇડેન હજુ નક્કી કરી રહ્યાં છે કે ભાવિ શું કરવું.

ન્યોર્કટાઇમ્સે કહ્યું કે અમેરિકાના ઘણાબધા સુરક્ષાકર્મી અફધાનિસ્તાનમાં જ અમેરિકાના સૈનિકોને રાખવાની તરફેણ કરી ચૂક્યાં છે. તેમણે અમેરિકા ગુપ્તચર એજન્શીના અહેવાલનો સંદર્ભ આપીને કહ્યું કે કરારની સમયમર્યાદા પરિપૂર્ણ થઇ જાય તે છંતાપણ અમેરિકા સૈનિકને ત્યાંજ રહેવું જોઇએ. આ બાબતે વ્હાઇટહાઉસે ટીકી ટીપ્પણી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ અંગે ન્યોર્કટાઇમ્સે આ કરારનો મુસદ્દો ટંમ્પ સરકાર માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

બાઇડેનને પોતાના પ્રથમ વ્હાઇટ હાઉસ સંમેલનમાં કહ્યું કે2020માં  નક્કી કરેલા સમય મર્યાદામાં અમલ કરવું અતિ મુશકેલ છે. કારણ કે 7000 સૈનિકના પ્રસ્થાનની પણ આવશયતા છે. સાથે બાઇડેને જણાવ્યું કે આગામી વર્ષમાં અફધાનિસ્તાનમાંથી અમેરિકા સૈનિકોને રાખી મુકવાનું તે વધુ વિચારી શકતાં નથી.

તાલિબાનોએ શુક્રવારે કહ્યું કે જો અમેરિકન સૈનિક તેની નિર્ધારીત સમયમાં પણ અફધાનિસ્તાનમાં ઉપસ્થિત રહેશે તો તે વિદેશી દુશ્મનાવટ તરીકે ગણવામાં આવશે તેવી સીધી ધમકી આપી હતી.