Not Set/ રહીમ પર ન થયો રહેમ બાબા થયાં અંદર, 28એ થશે સજાનુ એલાન.

  વર્ષ 2002માં બે સાધ્વીના યૌન શોષણ કેસ અંગે સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ મહીમ સિંહને સીબીઆઈની કોર્ટમાં દોષીત જાહેર કરી દેવામાં આવ્યો છે. અદાલતે બપોરે 2:30 કલાકે રહીમ પર 15 વર્ષ જૂના યૌન શોષણના આરોપોની સાબિતી કરી દોષિત જાહેર કરી દેવાયો છે.બાબાને સીધા જેલ લઈ જવામાં આવશે અને કસ્ટડીમાં રાખવામાં આવશે. અને 28 ઓગષ્ટે […]

India
163663 gurmeet ram rahim રહીમ પર ન થયો રહેમ બાબા થયાં અંદર, 28એ થશે સજાનુ એલાન.

 

વર્ષ 2002માં બે સાધ્વીના યૌન શોષણ કેસ અંગે સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ મહીમ સિંહને સીબીઆઈની કોર્ટમાં દોષીત જાહેર કરી દેવામાં આવ્યો છે. અદાલતે બપોરે 2:30 કલાકે રહીમ પર 15 વર્ષ જૂના યૌન શોષણના આરોપોની સાબિતી કરી દોષિત જાહેર કરી દેવાયો છે.બાબાને સીધા જેલ લઈ જવામાં આવશે અને કસ્ટડીમાં રાખવામાં આવશે. અને 28 ઓગષ્ટે સજાનુ એલાન કરવામાં આવશે.આ નિર્ણય પછી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે અંગે હરિયાણા અને પંજાબમાં પૂરતુ બંદોબસ્ત કરી દેવાયુ છે.પંજાબ –હરિયાણ હાઈકોટ દ્વારા પ્રશાસનને પહેલાથી જ  કોઈ પણ પ્રકારે શાંતિનો ભંગ ન થાય તે માટે આદેશ આપી દેવાયા હતાં.

સવારે 9.30કલાકે ગુરમીત રામ રહીમ સિરસાથી આશરે 400 ગાડીઓના કાફલા સાથે પંચકુલા માટે રવાના થયાં હતાં. પરંતુ કોર્ટની અંદર ફક્ત બે જ ગાડીઓને પ્રવેશ મળ્યો હતો.જ્યાંથી અડધા કલાક પછી કાફલાને રવાના કરી દેવામાં આવ્યો હતો.જ્યાં ભાવભેર થયેલા સમર્થકોએ ખસવાથી ઈન્કાર કર્યો હતો.બાબાના કેટલાક નિરાશ સમર્થક બેહોશ પણ થયાં હતાં.રહિમે વિડીઓ અપીલમાં કહ્યુ કે “હુ પહેલા પણ શાંતિ રાખવાની અપીલ કરી ચુક્યો છુ અને પંચકુલા નહિ આવવા કહ્યુ હતું તેમણે(સમર્થકો) પોતના ઘરે હવે પરત જવુ જોઈએ”આપણે કાયદાનુ પાલન કરવુ જોઈએ અને શાંતિ બનાવી રાખવી જોઈએ.પંચકુલામાં બાબાના આશરે દોઢ લાખ સમર્થકો એકત્રિત છે.