Not Set/ રાજકોટની જીવાદોરી “આજી” આવરફ્લો, CM કરશે ડેમમાં આવેલ નવા નીરનાં ઓનલાઇન વધામણા

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફલો થઇ ગયો છે. આજી ડેમ ઓવરફ્લો થતા જ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટવાસીઓમાં અનેરા આનંદની લહેર જોવામાં આવી રહી છે. આજી ડેમ ભરાઇ જતા રાજકોટવાસીઓ માટે આગામી એક વર્ષ કરતા પણ વધુ સમય માટે પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો છે. રાજકોટની જીવાદોરી આજી ઓવરફ્લો થતા રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા […]

Gujarat Rajkot
7582e6503f0b13b14ae87927a50311b6 રાજકોટની જીવાદોરી "આજી" આવરફ્લો, CM કરશે ડેમમાં આવેલ નવા નીરનાં ઓનલાઇન વધામણા

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફલો થઇ ગયો છે. આજી ડેમ ઓવરફ્લો થતા જ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટવાસીઓમાં અનેરા આનંદની લહેર જોવામાં આવી રહી છે. આજી ડેમ ભરાઇ જતા રાજકોટવાસીઓ માટે આગામી એક વર્ષ કરતા પણ વધુ સમય માટે પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો છે.

રાજકોટની જીવાદોરી આજી ઓવરફ્લો થતા રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી છે . CM રુપાણી દ્વારા આજી ડેમનાં નવા નીરના વધામણા પણ કરશે. જી હા, CM વિજય રૂપાણી આજી ડેમનાં નવા નીરનાં ઓનલાઇન વધામણા કરશે. 

CM ની સાથે સાથે રાજકોટનાં સાંસદ સહિતનાં તમામ પદાધિકારીઓ પણ આજી ડેમ ઓવરફ્લો થતા પુષ્કળ પ્રમાણમાં આજીમાં આવેલા  નવા નીરના વધામણા કરશે. આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews