Not Set/ રાજકોટ/ કોમન પ્લોટમાં આવાસ યોજના..? મવડી વિસ્તારના લોકોએ નોધાવ્યો વિરોધ

  રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાસે  કોસમોસ પ્લસ એપાર્ટમેન્ટ સોસાયટીની બાજુમાં આવેલા કોમનપ્લોટમાં આવાસ યોજના મંજૂર થઈ છે. જેને લઈને સોસાયટીના લોકોએ વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અરજી કરી છે. અરજીમાં લખ્યું છે કે અહીં કોમન પ્લોટમાં 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ તબક્કે અમારી અને આસપાસની સોસયટીમાં મુશ્કેલીઓ […]

Gujarat Rajkot
151e19632a5a2eaadd9ec1ec17e8c8ff રાજકોટ/ કોમન પ્લોટમાં આવાસ યોજના..? મવડી વિસ્તારના લોકોએ નોધાવ્યો વિરોધ
 

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાસે  કોસમોસ પ્લસ એપાર્ટમેન્ટ સોસાયટીની બાજુમાં આવેલા કોમનપ્લોટમાં આવાસ યોજના મંજૂર થઈ છે. જેને લઈને સોસાયટીના લોકોએ વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અરજી કરી છે. અરજીમાં લખ્યું છે કે અહીં કોમન પ્લોટમાં 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ તબક્કે અમારી અને આસપાસની સોસયટીમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થશે.અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, આવાસ યોજનામાં રહેવા આવનાર લોકો જુદી જુદી કૂટેવ તેમજ વ્યસન ધરાવતા હોય છે. માંસાહાર અને ઈંડા આરોગતા હોય છે. જેને કારણે નજીકમાં રહેનાર અમારા જેવા શુદ્ધ આચરણ કરનાર લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે. સામાન્ય રીતે જોવામાં આવે તો રાજકોટની મોટા ભાગની આવાસ વસાહતની નજીક પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને માંસ, ઈંડાની રેંકડીઓ જોવા મળતી હોય છે. સરકાર દ્વારા લાભાર્થીને ફાળવવામાં આવતા આવાસમાં લાભાર્થીને બદલે મોટભાગે અન્ય ભાડુઆત જ રહેતા હોય છે. પરિણામે તેમના કારણે સાચા લાભાર્થી બાકી જ રહી જાય છે અને સરકારનો મૂળ હેતુ બાકી રહી જાય છે.

મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સોસાયટીના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ જણાવ્યું હતું કે, અમારો પ્રશ્ન એ છે કે, આ કોમન પ્લોટની અંદર મુખ્યમંત્રી દ્વારા વૃક્ષારોપણ થયું હતું. અમારી સોસાયટીએ સ્વખર્ચે વૃક્ષોના જતન માટે ખર્ચ કર્યો છે. તો શા કારણે મનપા દ્વારા આવાસ બનાવા આવી રહ્યો છે. આ વિસ્તારમાં એક પણ ગાર્ડન કે બાળકો માટે પ્લેગ્રાઉન્ડ નથી તો વિસ્તાર ના બાળકો રમવા ક્યાં જશે અને વિસ્તાર ના લોકો ને સાફ પવન કેવી રીતે મળશે. મનપા ના અનેક આવાસો આ વિસ્તારમાં છે જેમાં હજુ કોઈ રહેવા નથી આવ્યું. તો આવાસ બનાવી ને માત્ર રાખી મુકવામા આવે છે. આ કોમન પ્લોટની અંદર આવાસ યોજના આવી તેની અમને જાણ પણ કરવામાં આવી નથી. અત્યારે 3 હજારથી 3500 લોકો આ કોમન પ્લોટનો વોકિંગ માટે ઉપયોગ કરે છે. આ પ્લોટમાં આવાસ યોજના ન થાય તેવી અમારી માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….