Not Set/ રાજકોટ/ પોઝિટીવ કેસોની યાદી જાહેર ન કરાતા કોંગ્રેસ આકરા પાણીએ…

  રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કોરોના પોઝિટીવ કેસોની યાદી જાહેર ન કરાતા હવે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ આકરા પાણીએ આવ્યું છે.  રાજકોટ મનપા દ્વારા ગત તા.૨૭ જુલાઇથી કોરોના પોઝિટીવ દર્દીઓના નામ સરનામાં જાહેર કરવાનું બંધ કરી દીધું છે. મનપાના આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોને ઉપવાસ આંદોલન કરવું હોય એક સપ્તાહના મનપા કચેરી ખાતે ઉપવાસ આંદોલનની મંજૂરી […]

Gujarat Rajkot
b05e50d4c24ac793d4328a9283511e8d રાજકોટ/ પોઝિટીવ કેસોની યાદી જાહેર ન કરાતા કોંગ્રેસ આકરા પાણીએ…
 

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કોરોના પોઝિટીવ કેસોની યાદી જાહેર ન કરાતા હવે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ આકરા પાણીએ આવ્યું છે.  રાજકોટ મનપા દ્વારા ગત તા.૨૭ જુલાઇથી કોરોના પોઝિટીવ દર્દીઓના નામ સરનામાં જાહેર કરવાનું બંધ કરી દીધું છે.

મનપાના આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોને ઉપવાસ આંદોલન કરવું હોય એક સપ્તાહના મનપા કચેરી ખાતે ઉપવાસ આંદોલનની મંજૂરી માંગવા શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા.  કોંગ્રેસે મંજૂરી માંગતા જણાવ્યુ હતું કે  તેમના આગેવાનો COVID-19ની ગાઈડલાઈનમાં રહીને ફ્ક્ત ચાર પ્રતિનિધિઓને સાત દિવસની ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવે તેમજ સરકારના તથા પોલીસ વિભાગના કોરોના મહામારીને લઈને લાગુ પાડવામાં આવેલા નિયમોનો ચુસ્તપણે પાલન કરીશું તેવી બાહેંધરી આપી મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ આ મંજૂરીને કમિશ્નર કચેરી દ્વારા ખારીજ કરી દેવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા ઉપવાસ આંદોલનની મંજૂરી ન આપતા મીડિયા સાથેની વાત ચિતમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યુ હતું કે પોલીસ કમિશ્નરે મનપા કચેરી ધરણાં કરવાની મંજૂરી આપવામાં આવી નથી. મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નર ભાજપના કહ્યામાં છે અમે ચોકસથી આવતીકાલે ધરણાં મનપા કચેરીએ ધારણા પર બેસીશું.

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.