Not Set/ રાજકોટ ભાજપના વધુ એક નેતા કોરોનાગ્રસ્ત, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના

  છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસનું જોર વધ્યું છે. ગુજરાતમાં બેકાબુ બનતા કોરોના એ હવે સૌરાષ્ટ્રને બાન માં લીધું છે. આજ રોજ સૌરાષ્ટ્ર ભાજપના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અભય ભારદ્વાજને […]

Gujarat Rajkot
6af9611ef78c8ed0e531b446dfcf32c9 રાજકોટ ભાજપના વધુ એક નેતા કોરોનાગ્રસ્ત, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના
 

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસનું જોર વધ્યું છે. ગુજરાતમાં બેકાબુ બનતા કોરોના એ હવે સૌરાષ્ટ્રને બાન માં લીધું છે. આજ રોજ સૌરાષ્ટ્ર ભાજપના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અભય ભારદ્વાજને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમના પુત્ર અંશને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભય ભરદ્વાજની પુત્રી આશકા અને પુત્ર હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. અભય ભારદ્વાજના પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યો છે. હવે રાજકોટ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પણ હવે કોરોના ટેસ્ટ કરાવશે. જો કે  આ વાતથી ભારે ખળભળાટ મચી ગયો છે.

નોધનીય છે કે,  ગતરોજ રાજકોટ ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.  ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના દરેક કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી હાજર હતા. આ દરમિયાન તેઓ સામાજિક સંસ્થાના આગેવાનો, ભાજપના કાર્યકરો સહિતના લોકોના સંપર્કમાં પણ આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.