Not Set/ રાજકોટ રાખે તકેદારી, પડધરીમાં પણ પહોંચી ગયો છે કોરોનાં, પ્રથમ પોઝિટિવ કેસ આવ્યા સામે…

કોરોનાનો કહેર હાલ પણ યથાવત જ છે, લોકડાઉન હળવું કરી અનલોક – 1.0 અમલી કરતા, લોકોએ બીનદાસ્ત થવાની બીલકુલ ભૂલ કરવા જેવા નથી અને તે જૂન મહિનાથી આજ દિવસ સુધીનાં કોરોનાનાં સામે આવેલા કેસની સંખ્યા જ બતાવી દેશે. જી હા, જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં કોરોનાનાં રોજનાં વધારનો આંક એવરેજ 400+ નો નોંધવામાં આવી રહ્યો છે. […]

Gujarat Rajkot
624ed24f7855fb4f6c719630fe95f099 રાજકોટ રાખે તકેદારી, પડધરીમાં પણ પહોંચી ગયો છે કોરોનાં, પ્રથમ પોઝિટિવ કેસ આવ્યા સામે...

કોરોનાનો કહેર હાલ પણ યથાવત જ છે, લોકડાઉન હળવું કરી અનલોક – 1.0 અમલી કરતા, લોકોએ બીનદાસ્ત થવાની બીલકુલ ભૂલ કરવા જેવા નથી અને તે જૂન મહિનાથી આજ દિવસ સુધીનાં કોરોનાનાં સામે આવેલા કેસની સંખ્યા જ બતાવી દેશે. જી હા, જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતમાં કોરોનાનાં રોજનાં વધારનો આંક એવરેજ 400+ નો નોંધવામાં આવી રહ્યો છે. ભયજનક વાત એ છે કે, કોરોના ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તરમાં વિસ્તરી રહ્યો છે. 

જી હા, રાજકોટીયન કાળજી રાખજો કોરોનાં રાજકોટ ગ્રામ્યમાં પ્રસરી રહ્યો છે. રાજકોટ ગ્રામ્યમાંથી વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટની ભગોળે આવેલ પડધરીમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવતા ભારે ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 30 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 

મહિલાનાં ટ્રેવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે. મહિલા 26મેં ના રોજ મુંબઈ થી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું. પડધરી આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરાઈ હોવાની વિગતો વિદિત છે. ત્યારે ચેતતો નર સદા સુખીની તર્જ પર સચેત રહો સુરક્ષીત રહો અને અનલોક કાળમાં પણ આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….