Not Set/ રાજકોટ/ RKC સ્કૂલના પ્રિન્સિપાલ નશો કરી વિચિત્ર વર્તાવ કરે છે…?

રાજકોટની RKC સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ટ્યુશન ફી, બ્રેકફાસ્ટ અને હોસ્ટેલ ફી જમા કરવા માટે દબાણ કરવામાં આવતા યુથ કોંગ્રેસ અને એનસેસયુઆઈ દ્વારા આજે RKC સ્કૂલનો ઘેરાવ કરી વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન NSUI અને કોંગ્રેસ આગેવાનો એ RKC સ્કૂલના પ્રિન્સિપાલ ને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેમાં  લોકડાઉન વચ્ચે સ્કૂલે બોર્ડિંગ ફી, […]

Gujarat Rajkot
bd66ddeb5b959639a436818d4fb7a0c7 રાજકોટ/ RKC સ્કૂલના પ્રિન્સિપાલ નશો કરી વિચિત્ર વર્તાવ કરે છે...?

રાજકોટની RKC સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ટ્યુશન ફી, બ્રેકફાસ્ટ અને હોસ્ટેલ ફી જમા કરવા માટે દબાણ કરવામાં આવતા યુથ કોંગ્રેસ અને એનસેસયુઆઈ દ્વારા આજે RKC સ્કૂલનો ઘેરાવ કરી વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન NSUI અને કોંગ્રેસ આગેવાનો એ RKC સ્કૂલના પ્રિન્સિપાલ ને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેમાં  લોકડાઉન વચ્ચે સ્કૂલે બોર્ડિંગ ફી, બ્રેકફાસ્ટ, ટયુશન ફી સહિત અન્ય ફી શુ કામ લઇ રહ્યા છે..?  આ સાથે RKC સ્કૂલ ના પ્રિન્સિપાલ નશો કરી વિચિત્ર વર્તાવ કરે છે એવો આક્ષેપ સ્કૂલ ના એક સિનિયર શિક્ષકે કર્યો છે

જે હાલ સસ્પેન્ડ છે. મીડિયા સાથે વાત કરતા યુથ કોંગ્રેસ ના આગેવાન રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે RKC સ્કૂલ વિરુદ્ધ વાલીઓ પાસે થી ઘણી બધી માહિતી મળી હતી.  જેના કારણે તેઓ આજે સ્કૂલે રજૂઆત લઇ ને આવ્યા હતા. આ સાથે કોંગ્રેસે એવો દાવો કર્યો કે જે જે વાલીઓ પાસે થી સ્કૂલે પૈસા ઉઘરાવ્યા છે તેને તેમની ફી રકમ પરત કરાવી ને રહીશું નહીં તો સ્કૂલ ને તાળા બંધી કરશું. લોકડાઉન દરમિયાન ફી ની ઉઘરાણી ઉપર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.