Not Set/ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં હજુ પણ રદ થયેલી અને પરત આવેલી નોટોની ગણતરીનું નથી થયુ કાર્ય પૂર્ણ

દેશમાં નોટબંધીને એક વર્ષ લગભગ પૂર્ણ થયું છે પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં હજુ પણ રદ થયેલી અને પરત આવેલી નોટોની ગણતરીનું કાર્ય પૂર્ણ કર્યુ નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 500ની 1,124 કરોડ અને રૂ. 1000ની 524.90 કરોડ નોટોની જ ખરાઈ થઈ શકી છે.જો કે આ નોટોનું મુલ્ય અનુક્રમે રૂ. 5.67 […]

Business
92397756 0d11a388 5621 4d24 a04e d46d427a20ae રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં હજુ પણ રદ થયેલી અને પરત આવેલી નોટોની ગણતરીનું નથી થયુ કાર્ય પૂર્ણ

દેશમાં નોટબંધીને એક વર્ષ લગભગ પૂર્ણ થયું છે પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં હજુ પણ રદ થયેલી અને પરત આવેલી નોટોની ગણતરીનું કાર્ય પૂર્ણ કર્યુ નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 500ની 1,124 કરોડ અને રૂ. 1000ની 524.90 કરોડ નોટોની જ ખરાઈ થઈ શકી છે.જો કે આ નોટોનું મુલ્ય અનુક્રમે રૂ. 5.67 લાખ કરોડ અને 5.24 લાખ કરોડ છે.આરબીઆઈએ જણાવ્યું હતું કે હાથ પરના બધા મશીના દ્વારા બધી જ નોટોની ગણતરી તથા ખરાઈ કરવા માટે બે પાળીમાં કામગીરી ચાલુ છે. આરટીઆઈના જવાબમાં મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું કે નોટોની ગણતરી અને ખરાઈ માટે 66 મશીનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આઠ નવેમ્બરે રૂ. 500 અને રૂ. 1000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ત્યારપછી પરત આવેલા નોટોની ગણતરી અને ખરાઈ કરવાની કામગીરી આરબીઆઈએ શરૂ કરી છે.