Not Set/ લોકડાઉન દરમ્યાન ગેરહાજર રહેતાં કાર્યવાહી, આ શહેરનાં 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

મહેસાણાનાં કડી પોલીસની માંઠી દશા બેઠી હોય તેવા એક પછી એક આધાત જનક સમાચારો સામે આવી રહ્યા છે. કડી પોલીસ દ્વારા પોલીસે જપ્ત કરેલ દારુ સગેવગે કરવાનો મામલો હજુ થાડે પડ્યો નથી અને PI સહિતનાં અનેક પોલીસ કર્મી આ મામલામાં સામેલ હતા તે ફરર થઇ ગયા છે ત્યાં જ કડી પોલીસ સ્ટેશનનાં 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી […]

Gujarat Others
352d037e3388532c6840c6f9358274fc લોકડાઉન દરમ્યાન ગેરહાજર રહેતાં કાર્યવાહી, આ શહેરનાં 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

મહેસાણાનાં કડી પોલીસની માંઠી દશા બેઠી હોય તેવા એક પછી એક આધાત જનક સમાચારો સામે આવી રહ્યા છે. કડી પોલીસ દ્વારા પોલીસે જપ્ત કરેલ દારુ સગેવગે કરવાનો મામલો હજુ થાડે પડ્યો નથી અને PI સહિતનાં અનેક પોલીસ કર્મી આ મામલામાં સામેલ હતા તે ફરર થઇ ગયા છે ત્યાં જ કડી પોલીસ સ્ટેશનનાં 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી કડક પગલા લેવામાં આવ્યા હોવાનાં સમાચારથી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. 

જી હ, લોક ડાઉન દરમ્યાન ગેરહાજર રહેતાં પોલીસ કર્મીઓ સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી બદલ એક કોન્સ્ટેબલ સહિત 4 ASIને સસ્પેન્ડ કરાયા છે, તો સાથે સાથે PSI કે.એન. પટેલ અને PSI બારાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત કડી પોલીસનાં 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે.  આટલું ઓછું હોય તેમ મળતી માહિતી પ્રમાણે વધુ 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલુ છે, ત્યારે કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ બની લડી રહેલ પોલીસ બેડમાં આ સમાચારથી સન્નાટો છવાઇ ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….