Not Set/ લોકો ડરી રહ્યા છે અને માટે જ, ભલે સ્વયંભૂ અને આંશીક પરંતુ લોકોડાઉન બિલ્લી પગે પ્રવેશી રહ્યું છે

ફક્ત રાજકોટ શહેરમાં જ નહી કોરોનાનો કહેર સમગ્ર જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનાં કહેરના કારણે હાલ પરિસ્થિતિ એવી નિર્માણ થતી જોવામાં આવી રહી છે કે, રાજ્યનાં અનેક શહેરોમાં અને શહેરોનાં અનેક વિસ્તારોમાં કોરોનાનાં ડરનાં કારણે સ્વયંભૂ લોકડાઉન પાછુ પ્રવેશી રહ્યું છે.  વિદિત છે કે, રાજકોટ શહેરમાં સોની બજાર અને દાણાપીઠ દ્વારા સ્વયંભૂ […]

Gujarat Rajkot
7a2d26d3670ba27a57170955b17706d3 લોકો ડરી રહ્યા છે અને માટે જ, ભલે સ્વયંભૂ અને આંશીક પરંતુ લોકોડાઉન બિલ્લી પગે પ્રવેશી રહ્યું છે

ફક્ત રાજકોટ શહેરમાં જ નહી કોરોનાનો કહેર સમગ્ર જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનાં કહેરના કારણે હાલ પરિસ્થિતિ એવી નિર્માણ થતી જોવામાં આવી રહી છે કે, રાજ્યનાં અનેક શહેરોમાં અને શહેરોનાં અનેક વિસ્તારોમાં કોરોનાનાં ડરનાં કારણે સ્વયંભૂ લોકડાઉન પાછુ પ્રવેશી રહ્યું છે. 

વિદિત છે કે, રાજકોટ શહેરમાં સોની બજાર અને દાણાપીઠ દ્વારા સ્વયંભૂ બંધ એટલે કે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બીલકુલ શહેરમાં વધી રહેલ સંક્રમણ અને મોતને કારણે બહુગીચ ગણાતા રાજકોટ શહેરની દાણાપીઠ માર્કેટ હવેથી બપોરે 3 વાગ્યા બાદ બંધ રહેશે. રાજકોટ દાણાપીઠ વ્યાપારી મંડળ અને સ્થાનિકો દ્વારા દાણાપીઠમાં આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.  

સાથે સાથે રાજકોટ જીલ્લામાં પણ કોરોનાનો કહેર અતી જોવામાં આવી રહ્યો હોય,  ગોંડલમાં પણ ગીચ વિસ્તાર ગણવામાં આવતી નાની -મોટી બજારમાં આવેલી સોની બજાર આગામી 7 દિવસ માટે બંધ રહેશે. સોની બજાર વેપારી એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સોની વેપારીઓ આજથી સ્વયંભૂ સંપૂર્ણ બંધ પાડશે.

રાજકોટ શહેર – જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં કાળમુખા કોરોનાનાં કહેરનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. લોકોમાં બેસી ગયેલા ભયનાં કારણે અનેક વિસ્તારો અને શહેરોમાં ફરી એક વખત આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે કહી શકાય કે ભલે સ્વયંભૂ  અને આંશીક પણ લોકડાઉન બિલ્લી પગે પાછુું પ્રવેશ કરી રહ્યું છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews