Not Set/ વડોદરામાં કોરોના સંક્રમણનું આક્રમણ વધી રહ્યું છે, આજે પણ સામે આવ્યા 105 નવા કેસ

ગુજરાતભરમાં કોરોનાનાં સંક્રમણનું આક્રમણ ચરમસીમાએ જોવામાં આવી રહ્યુ છે રોજરોજ 1000થી વધુ કેસ ગુજરાતભરમાંથી નોંધવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં કોરોના સંક્રમણનું આક્રમણ વધ્યું હોય તેવુ નોંઘવામાં આવી રહ્યું છે, કાલે સામે આવેલા 106 કોરોના પોઝિટિવ કેસ બાદ આજે પણ વડોદરામાંથી કોરોનાનાં અધધધ 105 નવાં કોરોના કેસ સામે આવતા ફફડાટ જોવામાં આવી રહ્યો છે.  આપને જણાવી દઇએ કે […]

Gujarat Vadodara
af6f28e6cdfc92f74b54b3090ddce4f1 1 વડોદરામાં કોરોના સંક્રમણનું આક્રમણ વધી રહ્યું છે, આજે પણ સામે આવ્યા 105 નવા કેસ

ગુજરાતભરમાં કોરોનાનાં સંક્રમણનું આક્રમણ ચરમસીમાએ જોવામાં આવી રહ્યુ છે રોજરોજ 1000થી વધુ કેસ ગુજરાતભરમાંથી નોંધવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં કોરોના સંક્રમણનું આક્રમણ વધ્યું હોય તેવુ નોંઘવામાં આવી રહ્યું છે, કાલે સામે આવેલા 106 કોરોના પોઝિટિવ કેસ બાદ આજે પણ વડોદરામાંથી કોરોનાનાં અધધધ 105 નવાં કોરોના કેસ સામે આવતા ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં વડોદરામાં કોરોનાનાં સંક્રમિતોનો આંક 6429 પર પહોંચી ગયો છે. જો કે, વડોદરામાં કોરોનાનાં કારણે થતા મોતની સંખ્યામાં ભારે સુધારો નોંધવામાં આવ્યો છે. આજે જ્યારે 105 નવા કેસ નોંધવામાં આવ્યા છે તો સામે કોરોનાથી આજે ફક્ત એક વ્યક્તિનું જ મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી વડોદરામાં કોરોનાનાં કારણે મરણજનાર લોકોની સંખ્યા 121 છે. 

વડોદરા શહેરની સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવામાં આવી રહ્યું છે. જો કે, આજે 150 લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અને અત્યાર સુઘીનો કોરોના રિકવરી થયેલાઓનો આંક 5163 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews