Not Set/ વડોદરા/ કોરોનાનાં ભયથી લોકો નજીકનાં સ્મશાન ગૃહમાં નથી કરવા દઇ રહ્યા અંતિમક્રિયા પણ

કોરોના રાજ્યમાં હાહાકારમ મચાવી રહ્યો છે અને હવે લોકો પણ કોરોનાનાં મામલે સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા અને માર્ગદર્શીકાને કારણે અસમંજસમાં જોવામાં આવી રહ્યા છે. કોરોનાનાં કારણે મોતને લઇને પહેલાથી જ વિવાદ અને વિવાદીત નિવેદનો સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાનાં કારણે મોતનો મલાજો પણ નથી સચવાઇ રહ્યો, જી હા આવી જ […]

Gujarat Vadodara
23ee6adddebd5326b05c2d3500850ac9 વડોદરા/ કોરોનાનાં ભયથી લોકો નજીકનાં સ્મશાન ગૃહમાં નથી કરવા દઇ રહ્યા અંતિમક્રિયા પણ

કોરોના રાજ્યમાં હાહાકારમ મચાવી રહ્યો છે અને હવે લોકો પણ કોરોનાનાં મામલે સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા અને માર્ગદર્શીકાને કારણે અસમંજસમાં જોવામાં આવી રહ્યા છે. કોરોનાનાં કારણે મોતને લઇને પહેલાથી જ વિવાદ અને વિવાદીત નિવેદનો સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાનાં કારણે મોતનો મલાજો પણ નથી સચવાઇ રહ્યો, જી હા આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે. 

કોરોનાનાં કારણે વડોદરાનાં વાસણા સ્મશાન ખાતે સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાસણા સ્મશાન વિસ્તારમાં સ્થાઇ રીતે રહેતા સ્થાનીકો દ્વારા મૃતદેહનો વાસણા સ્મસાનમાં અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોમા કોરોનાનો ભય એટલો તો પેશી ગયો છે કે, લોકો મોતનો મલાજો પણ જાળવવાથી મોં ફેરવી રહ્યા છે. 

વડોદરાનાં વાસણા સ્મસાન વિસ્તારનાં લોકો દ્વારા પોલીસ અને મેડિકલ સ્ટાફ સામે રોષ વ્યકત કરવામાં આવ્યાની સાથે કોરોના દર્દીના અંતિમ સંસ્કાર માટે લવાયેલા મૃતદેહને આ સ્મશાનમાં દેહ દાહ નહી દેવા દેશે તે મામલે ચકમક ઝરી હતી. લોકોના વિરોધના કારણે મૃતદેહ કલાકો સુધી રઝળ્યો અને અંતે કલાકો બાદ મૃતદેહ ખાસવાડી સ્મશાનગૃહે લઇ જવાયો જ્યાં અંતિમ વિધી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews