Not Set/ વડોદરા/ 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત આ રીતે ચૂકવવી પડી

વડોદરાનાં એક આધેડ વયનાં વ્યક્તિને તેનાંથી 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. યુવતીએ તેનાં યુવાન પ્રેમી સાથે મળીને તેમનાં સંબંધોમાં આડખીલીરૂપ બનતાં આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રેમ પ્રકરણનાં આ કરૂણ અંજામે વડોદરાનાં ગોરવા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં પ્રેમનાં પ્રણય […]

Gujarat Vadodara
05976976890a738f6176e3355066974d 1 વડોદરા/ 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત આ રીતે ચૂકવવી પડી

વડોદરાનાં એક આધેડ વયનાં વ્યક્તિને તેનાંથી 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. યુવતીએ તેનાં યુવાન પ્રેમી સાથે મળીને તેમનાં સંબંધોમાં આડખીલીરૂપ બનતાં આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રેમ પ્રકરણનાં આ કરૂણ અંજામે વડોદરાનાં ગોરવા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

વાત જાણે એમ છે કે, વડોદરામાં પ્રેમનાં પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ આવ્યો છે. વડોદરાનાં ગોરવા વિસ્તારમાં આવેલાં જીવાભાઇ પાર્ક ફ્લેટનાં ત્રીજા માળે આવેલ A-304 નંબરનાં ફ્લેટમાં શનિવારે મોડીરાત્રે જે ખૂની ખેલ ખેલાયો તેને સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી. પ્રેમ પ્રકરણમાં આવેલાં આ કરૂણ અંજામમાં 53 વર્ષીય રામલાલ પટેલનો ભોગ લેવાયો છે.

વડોદરાનાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં 12 વર્ષથી નોકરી સુપરવાઇઝર તરીકે કામ કરતાં રામલાલ પટેલને કેટલાંક વર્ષ અગાઉ તેની સામેનાં જ ફ્લેટમાં રહેતી અને પોતાની દિકરીની બહેનપણી એવી કિંજલ નામની 22 વર્ષીય યુવતી સાથે સંબંધ બંધાયા હતાં. આગળ જતાં આ સંબંધ વધુ ગાઢ બની શારીરિક સંબંધોમાં પરિણમ્યાં હતાં. જો કે, બાદમાં કિંજલનાં જીવનમાં કૃણાલ નામનો યુવક આવતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. જેની જાણ રામલાલને થતાં રામલાલે બંનેનાં સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેથી રામલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કરી બંને યુવાન પ્રેમી પ્રેમિકાએ મળી શનિવારની મોડીરાત્રે રામલાલનાં ઘરમાં જઇ માથામાં હથોડીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં બંને જણાં ફરાર થઇ ગયાં હતાં.

રામલાલની હત્યા કર્યા પછી, પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં. વડોદરાની ગોરવા પોલીસે હત્યાની આ ચકચારી ઘટનાનો 6 થી 8 કલાકમાં જ ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી પ્રેમિકાને ઝડપી પાડ્યા હતાં. 

@ અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ – વડોદરા….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews