Not Set/ વધારે પડતા પેનકિલર્સ લેવાથી બચો, થઇ શકે છે આડ અસરો

મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર એક તબ્બકે લોકોના દર્દને તો દુર કરે છે પરંતુ આ દવાના વધુ પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે. […]

Health & Fitness
Pain Killers વધારે પડતા પેનકિલર્સ લેવાથી બચો, થઇ શકે છે આડ અસરો

મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર એક તબ્બકે લોકોના દર્દને તો દુર કરે છે પરંતુ આ દવાના વધુ પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે.

જાણો,વધુ પડતા સેવેનથી થતી આડ અસરો :

  • કેટલીક વાર પેનકિલર લેવાથી દુખાવો તો ઓછો થઇ જાય છે પણ એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે.
  • કેટલાક લોકો નાની સમસ્યાઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ આ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે સાથે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ થઇ શકે છે.
  • વધાર પડતાં સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન પહોંચાડે છે તમારા હાડકાં નબળાં પડી જાય છે.