Not Set/ વિસનગર/ રમતા રમતા કબાટમાં પુરાઈ જતાં 2 માસૂમોનાં ગુંગળામણથી મોત

રાજ્યના મહેસાણા જીલ્લાનાં વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં એક એવી ઘટના બની કે જેને કારણે આખું ગામ હિબકે ચડ્યું છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત નીપજ્યાં છે. આ મામલે પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાયો છે. મળતી માહિતી અનુસાર, […]

Gujarat Others
3e26c0320df5a79f626c7645e38f920e વિસનગર/ રમતા રમતા કબાટમાં પુરાઈ જતાં 2 માસૂમોનાં ગુંગળામણથી મોત

રાજ્યના મહેસાણા જીલ્લાનાં વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં એક એવી ઘટના બની કે જેને કારણે આખું ગામ હિબકે ચડ્યું છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત નીપજ્યાં છે. આ મામલે પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાયો છે.

મળતી માહિતી અનુસાર, બન્ને બાળક રમત રમતમાં કબાટમાં સંતાયા હતા. આ કબાટ સ્લાઈડર વાળું છે. જે બાદ સ્લાઇડર વાળું કબાટ ખુલ્યું નહી. અને ઓક્સિજન ન મળવાના કારણે બન્ને બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયાં.

આપને જણાવી દઈએ કે, બોકરવાડાના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો 10 વર્ષીય પુત્ર સોહન શુક્રવારે સાંજના 4 વાગ્યે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હોઇ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતાં નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ચારેબાજુ શોધખોળ ચલાવી હતી.

આ દરમિયાન સાંજે પટેલ વિનુભાઇ પ્રભુરામના મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તો બીજી તરફ બેભાન અવસ્થામાં બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ઊંઝા ખાતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.