Not Set/ વ્યાજાતંક/ રાજકોટના માંડવા ગામના સરપંચે ઝેરી દવા પીને કરી આત્મહત્યા

કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામના સરપંચે આત્મહત્યા કરી છે. લોકડાઉનના લીધે આર્થિક સંકડામણના કારણે આખરે કંટાળીને સરપંચે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત વગતો અનુસાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ અશોક પટેલે આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે […]

Gujarat Rajkot
52899d0ed011aa31677d519cfbd860e3 વ્યાજાતંક/ રાજકોટના માંડવા ગામના સરપંચે ઝેરી દવા પીને કરી આત્મહત્યા

કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામના સરપંચે આત્મહત્યા કરી છે. લોકડાઉનના લીધે આર્થિક સંકડામણના કારણે આખરે કંટાળીને સરપંચે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત વગતો અનુસાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સરપંચ અશોક પટેલે આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, શુક્રવારે બપોરે મોટા માંડવાના વાડી વિસ્તારમાં રહેતા સરપંચ અશોક પટેલે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. નાનકડા ગામના સરપંચ અશોક પટેલે ઝેરી દવા પી લીધા બાદ તેમના સ્નેહીજનોને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ અશોક પટેલનું મોત નિપજ્યું હતું.

પરિવારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અશોક પટેલ લાંબા સમયથી ચિંતાતુર રહેતા હતા. તેમજ તેઓને વ્યાજખોરોનો ત્રાસ પણ હતો તેવુ જણાવ્યું હતું. આમ, મોટા માંડવાની પોલીસ આ આત્મહત્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.