તમારા માટે/ શરીરમાં હાડકાં અને સાંધામાં થતો દુખાવાનું કારણ યુરિક એસિડ હોઈ શકે, જાણો લક્ષણો અને કરો ઉપચાર

હાડકાં, સાંધા, રજ્જૂ અને અસ્થિબંધનમાં સામાન્ય દુખાવો હોય તો આ સમસ્યાનું કારણ યુરિક એસિડ હોઈ શકે છે.

Trending Health & Fitness Lifestyle
YouTube Thumbnail 2024 03 15T173024.106 શરીરમાં હાડકાં અને સાંધામાં થતો દુખાવાનું કારણ યુરિક એસિડ હોઈ શકે, જાણો લક્ષણો અને કરો ઉપચાર

હાડકાં, સાંધા, રજ્જૂ અને અસ્થિબંધનમાં સામાન્ય દુખાવો હોય તો આ સમસ્યાનું કારણ યુરિક એસિડ હોઈ શકે છે. ઉચ્ચ યુરિક એસિડને કારણે તમારા સાંધામાં ક્રિસ્ટલ જેવી ગંદકી એકઠી થઈ જાય છે. યુરિક એક નકામુ ઉત્પાદન કહી શકાય જે શરીરમાં ઉત્પન્ન થાય છે જ્યારે પ્યુરિન ધરાવતા ખોરાકનું પાચન થાય છે અને લોહીમાં ઓગળી જાય છે અને પેશાબ દ્વારા વિસર્જન થાય છે.

લક્ષણોઃ જો કોઈ સમસ્યાને કારણે યુરિક એસિડ લોહીમાંથી અલગ ન થાય તો તે કિડની અને સાંધામાં જમા થઈ શકે છે. આનાથી સંધિવા અને કિડનીમાં પથરી થાય છે. સાંધામાં તીવ્ર દુખાવો, લાલાશ અને સોજો, સાંધામાં જકડતા, કમર નીચે દુખાવો, તાવ, પેશાબમાં લોહી આવવું અને વધુ પડતો પેશાબ થવાના લક્ષણો શરીરમાં દેખાય તો સમજવું કે તમને યુરિક એસિડની સમસ્યા છે. આ લક્ષણોથી અવગત થયા બાદ તમે ડોક્ટર પાસે જઈ દવા લઈ શકો છો. જો ડોક્ટર પાસે જવું સંભવ ના હોય તેવા કિસ્સામાં ઘરેલુ ઉપચાર તરીકે લીંબુ અને બ્રોકલી જેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું.

ઉપચાર: લીંબુ એ મોસંબી ખોરાક છે. તેના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એન્ટીઑકિસડન્ટ યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે અને પથરી અને સંધિવાથી રાહત આપે છે. બ્રોકોલી ક્રુસિફેરસ શાકભાજી છે. તે કોબી જેવી લાગે છે પરંતુ તે વધુ સ્વાસ્થ્યપ્રદ છે. અડધો કપ બ્રોકોલી દિવસ માટે જરૂરી વિટામિન સીના લગભગ 57 ટકા પ્રદાન કરે છે. આ ખાવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે અને વજન ઓછું થાય છે. કિવીમાં લગભગ 62 ટકા જરૂરી એબ્સ્કોર્બિક એસિડ હોય છે. તે તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે સારું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે તેને ખાઈ પણ શકો છો. કેટલાક સંશોધનો સૂચવે છે કે તેને ખાવાથી બ્લડ પ્લેટલેટ્સ વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

આ પણ વાંચો: ગુજરાત/‘આતંકવાદીઓ તૈયાર છે, દેશમાં 26/11 જેવા સીરિયલ બ્લાસ્ટ”, ધમકીભર્યો ઈ-મેલ મોકલનારની ધરપકડ

આ પણ વાંચો: Vipul Chuadhry/વિપુલ ચૌધરીએ લીધો યુ ટર્ન, પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન બાદ માંગી માફી