Not Set/ સાથે જમતી-સાથે રમતી અને સાથે મોતને ભેટી, સગીર વયની માસીયાઈ બહેનોનો આપધાત

રાજકોટના કાગદડી ગામની સીમા બે સગીરાના ઝાડ સાથે લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. આ બંને માસીયાઈ બહેનો હોવાનું સામે અવાયું છે. બંને બહેનએ ક્યાં કારણસર આપઘાત કર્યો એ જાણી શકાયું હતું. હાલ આ મામલેપોલીસ તપાસ કરી રહી છે. આ મામલે મળતી માહિતી અનુસાર  કુવાડવા તાબેના કાગદડીમાં બાજુ-બાજુની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતાં મુળ […]

Gujarat Rajkot
10a7e60396c1a5d37c20ca39af878b26 સાથે જમતી-સાથે રમતી અને સાથે મોતને ભેટી, સગીર વયની માસીયાઈ બહેનોનો આપધાત

રાજકોટના કાગદડી ગામની સીમા બે સગીરાના ઝાડ સાથે લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. આ બંને માસીયાઈ બહેનો હોવાનું સામે અવાયું છે. બંને બહેનએ ક્યાં કારણસર આપઘાત કર્યો એ જાણી શકાયું હતું. હાલ આ મામલેપોલીસ તપાસ કરી રહી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર  કુવાડવા તાબેના કાગદડીમાં બાજુ-બાજુની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદ પંથકના બે સાઢુભાઇની 16 અને 13 વર્ષની દિકરીઓએ સીમમાં જઇ એક જ બાવળના ઝાડમાં ચુંદડીથી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ બંને માસીયાઇ બહેનો સતત સાથે રમતી, જમતી હતી અને ઉંઘવાના સમયે પણ સાથે જ રહેતી હતી.  

આપને જણાવી દઈએ કે કાગદડીમાં ખેતરમાં રહી મજૂરી કરતાં દાહોદના ધાનપુર તાબેના નવાનગરના બાબુ ભાવલાભાઇ ભુરીયાની દિકરી સરિતા (ઉ.વ.16) તથા બાજુના ખેતરમાં રહેતાં બાબુના સાઢુ દાહોદના નંગરીયાભાઇ વરસીંગભાઇ કલારાની દિકરી રાધિકા (ઉ.વ.13)  વાડીએ રમતી રમતી અચાનક બંને ગાયબ   થઇ ગઇ હતી. સાંજના પાંચેક વાગ્યે બધા વાડીનું કામ પુરૂ કરી ભેગા થયા ત્યારે સરિતા અને રાધિકા જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન કોઇ છોકરાઓએ બે છોકરી કાગદડીની સીમમાં બાવળના ઝાડમાં લટકતી હોવાની જાણ કરતાં બધા ત્યાં દોડી ગયા હતાં. ત્યાં જઈને બધા જોયું તો ઝાડ સાથે સરિતા અને રાધિકાએ ગળાફાંસો ખાઇ લટકતી જોવા મળી હતી.જે બાદ કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.