Not Set/ સુરત/ ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાક દરમિયાન ૧૧ ઇંચ કરતા વધુ વરસાદ, સમગ્ર વિસ્તાર જળબંબાકાર

  ગુજરાત રાજ્યમાં ફરીએકવાર મેઘો મહેરબાન બન્યો છે. પરંતુ આ વખતે મેહરબાન ઓછો અને કહેર વધુ વરસાવી રહ્યોછે. આજ રોજ દક્ષિણ ગુજરાતમાં કોરોનાની સાથે વરસાદે પણ જુગલબંધી નોધાવી હતી. અને બંને એ ભેગા મળીને કહેર વરસાવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે ૨થી ૪   બે કલાક દરમિયાન ૧૧ ઇંચ […]

Gujarat Surat
8ed74c89be304886830a0ec7ea6511b5 સુરત/ ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાક દરમિયાન ૧૧ ઇંચ કરતા વધુ વરસાદ, સમગ્ર વિસ્તાર જળબંબાકાર
 

ગુજરાત રાજ્યમાં ફરીએકવાર મેઘો મહેરબાન બન્યો છે. પરંતુ આ વખતે મેહરબાન ઓછો અને કહેર વધુ વરસાવી રહ્યોછે. આજ રોજ દક્ષિણ ગુજરાતમાં કોરોનાની સાથે વરસાદે પણ જુગલબંધી નોધાવી હતી. અને બંને એ ભેગા મળીને કહેર વરસાવ્યો છે.

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે ૨થી ૪   બે કલાક દરમિયાન ૧૧ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો જેના લીધે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી.સાથે જ વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો સાથે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ત્રણ ઇંચ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં બે ઇંચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં 1.25 , સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.