IPL 2022 શરૂ થવામાં થોડા અઠવાડિયા બાકી છે. જ્યારે ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે ત્યારે પહેલીવાર IPLમાં 10 ટીમો પડકાર આપવા માટે તૈયાર હશે. ટુર્નામેન્ટ સાથે જોડાયેલી બે નવી ટીમો લખનઉ સુપર ઝાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ પોતપોતાની ટીમો સાથે તૈયાર છે. દરમિયાન સોમવારે રાત્રે આવેલા એક સમાચારે ગુજરાત ટાઇટન્સને ઝટકો આપ્યો છે. આ સમાચાર અનુસાર, ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જેસન રોયે IPL 2022માંથી નામ પાછું ખેંચી લીધું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને આ બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તાજેતરના અહેવાલ મુજબ જેસન રોય હવે IPL 2022માં નહીં રમે. ‘બાયો-બબલ’માં ન હોવાના નિર્ણયને કારણે તેણે IPL 2022માંથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં, આ ડેશિંગ ઇંગ્લિશ બેટ્સમેને પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યાં પણ તે કોવિડ -19 ને કારણે બાયો-બબલની અંદર હતો. હવે તે બાયો-બબલની અંદર રહેવા માંગતો ન હતો અને આ થાકને દૂર કરવા માટે, જેસન રોયે IPLમાં ન રમવાનું મન બનાવ્યું.
આ પહેલીવાર નથી કે જેસન રોયે આવો નિર્ણય લીધો હોય. IPL 2020માં પણ જેસન રોયે અંગત કારણોસર ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો હતો. તે દરમિયાન તેને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો હતો. જેસન રોય આ જાન્યુઆરીમાં તેના બીજા બાળકનો પિતા બન્યો છે અને જો તે IPLમાં રમે છે તો તેણે ઓછામાં ઓછા બે મહિના સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને તે એવું ઈચ્છતો નથી. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ટાઇટન્સની ટીમ કયા ખેલાડી સાથે તેની ભરપાઈ કરે છે.
આ પણ વાંચો :પંજાબ કિંગ્સની ટીમને મળ્યા નવા કેપ્ટન, આ ખેલાડીને મળી જવાબદારી
આ પણ વાંચો :આ ખેલાડીને લઈ ભુતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી
આ પણ વાંચો :સ્ટાર્ક-બ્રેટ લી જેવા બોલરોને પાછળ છોડીને અફઘાનિસ્તાનના રાશિદ ખાનને રચ્યો વધુ એક રેકોર્ડ
આ પણ વાંચો :શ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો,જાણો વિગત