Not Set/ સુરત/ કોંગ્રેસના પાપે બે શ્રમિક ટ્રેન કેન્સલ થતા ૩૨૦૦ શ્રમિકો અટવાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચાલી રહેલા લોક ડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતીય શ્રમિકોની જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવાને લઇને સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં સુરત શહેરમાં શ્રમિક ટ્રેનને લઇને રાજકારણ ગરમાયું છે. સુરતના શ્રમિકોને વતન પરત મોકલવાને મામલે હવે જિલ્લા કોંગ્રેસની […]

Gujarat Surat
22b26e8e44e2be0c0528afd18d53c455 સુરત/ કોંગ્રેસના પાપે બે શ્રમિક ટ્રેન કેન્સલ થતા ૩૨૦૦ શ્રમિકો અટવાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચાલી રહેલા લોક ડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતીય શ્રમિકોની જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવાને લઇને સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં સુરત શહેરમાં શ્રમિક ટ્રેનને લઇને રાજકારણ ગરમાયું છે.

સુરતના શ્રમિકોને વતન પરત મોકલવાને મામલે હવે જિલ્લા કોંગ્રેસની બેદરકારીના કારણે બે શ્રમિક ટ્રેન કેન્સલ થઇ હોવાનું સામે આવ્યું છે. નોડલ ઓફિસ સમક્ષ લેખિતમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા લેખિતમાં નાણાકીય નાદારી જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે. જેના બે શ્રમિક ટ્રેન રદ કરવાની નોબત આવી છે.

બે ટ્રેન રદ્દ થવાના કારણે સુરતથી ઉત્તરપ્રદેશના ગૌડ અને ગોરખપુર જતા શ્રમિકો અટવાયા છે. ત્યારે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે ખુલાસો કર્યો કે શ્રમિકોને વતન મોકલવામાં ટ્રેન માટે પૈસા એ કોઈ મુદ્દો જ નથી. પરંતુ આ બધું ભાજપના કારને જ થઇ રહ્યું છે. ટ્રેનોની મંજુરી આપ્યા બાદ ખુબ ઓછો સમય મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.