Not Set/ સુરત/ ડાયમન્ડ ફેકટરીઓ શરૂ, પરંતુ રત્નકલાકારોનો કપરો સમય શરૂ, ફરજીયાત રાજીનામુ આપવા મજબુર કરાયા …

અનલોક 1 માં ડાયમન્ડ ફેકટરીઓ શરૂ થઈ ગઈ છે પણ રત્નકલાકારો માટે કપરો સમય શરૂ થયો છે, અનેક રત્નકલાકારો ને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે જે બી બ્રધર્સ નામની મોટી હીરાની પેઢી ના સંચાલકોએ રસોઈ કામ માટે આવતી 20 મહિલાઓને ફરજીયાત રાજીનામુ આપવા મજબુર કરવામાં આવ્યા છે.   આ મહિલાઓ રત્ન કલાકાર […]

Gujarat Surat
37f81e66101545be923e71a670b9eda4 સુરત/ ડાયમન્ડ ફેકટરીઓ શરૂ, પરંતુ રત્નકલાકારોનો કપરો સમય શરૂ, ફરજીયાત રાજીનામુ આપવા મજબુર કરાયા ...

અનલોક 1 માં ડાયમન્ડ ફેકટરીઓ શરૂ થઈ ગઈ છે પણ રત્નકલાકારો માટે કપરો સમય શરૂ થયો છે, અનેક રત્નકલાકારો ને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે જે બી બ્રધર્સ નામની મોટી હીરાની પેઢી ના સંચાલકોએ રસોઈ કામ માટે આવતી 20 મહિલાઓને ફરજીયાત રાજીનામુ આપવા મજબુર કરવામાં આવ્યા છે.  

આ મહિલાઓ રત્ન કલાકાર વિકાસ સંઘ ની ઓફિસે પહોચી હતી. સુરતમાં મોટી ડાયમન્ડ ફેકટરીઓ કે જેમાં હજારો ની સનખ્યામાં રત્નકલાકરો કામ કરે છે ત્યાં નિયમ મુજબ બપોર ના સમયે તેઓને ફેક્ટરીની અંદર જ જમવાનું આપવામાં આવે છે. અને  તે કામ માટે અલાયદો વિભાગ છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે, આજે સુરતના લાલદરવાજા વિસ્તારમાં આવેલીજે બી બ્રધર્સ નામની મોટી ડાયમન્ડ ફેકટરીના સંચાલકો દ્વારા રસોઈ વિભાગમાં કામ કરતી 20 જેટલી મહિલાઓને ફરજિયાત રાજીનામાં આપી દેવા માટે દબાણ પૂર્વક કહેવામાં આવ્યું હતું.

જો કે આ મહિલાઓએ રાજીનામુ આપવાના બદલે રત્નકલાકર વિક્સસંઘ નો સંપર્ક કર્યા હતો અનેડાયમન્ડ ફેકટરી સંચાલકો સામે કાયદેસર લડત આપવાનું નક્કી કર્યું હતું, ડાયમંડ ફેકટરી સંચાલકો દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે હાલમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ બંધ છે તેના કારણે આ મહિલાઓને છૂટી કરવામાં આવી છે જ્યારે ડાયમન્ડ ફેકટરીઓ સંપૂર્ણ પણે ચાલુ થઈ જશે ત્યારે આ મહિલાઓ ને ફરી થી નોકરીએ રાખવામાં આવશે, જો કે મહિલાઓને આ વાત સ્વીકાર્ય નથી.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.