Not Set/ સુરત/ ડીંડોલિ વિસ્તારમાં બેકારીથી કંટાળીને સ્કૂલવાન ચાલકે કર્યો આપઘાત

રાજ્યમાં કોરોના લોકડાઉન 4.0માં વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ કોરોના લોકડાઉનના કારણે  અનેક લોકોને આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી છે. આવામાં  સુરતમાં એક સ્કૂલવાનના ચાલકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.  પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવાનું સામે આવી રહ્યું છે.  મળતી માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ પટેલ નામના સ્કૂલ વાન […]

Gujarat Surat
48c5702e8a6f209bf0deee6cc2598968 સુરત/ ડીંડોલિ વિસ્તારમાં બેકારીથી કંટાળીને સ્કૂલવાન ચાલકે કર્યો આપઘાત

રાજ્યમાં કોરોના લોકડાઉન 4.0માં વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ કોરોના લોકડાઉનના કારણે  અનેક લોકોને આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી છે. આવામાં  સુરતમાં એક સ્કૂલવાનના ચાલકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.  પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરવાનું સામે આવી રહ્યું છે. 

મળતી માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ પટેલ નામના સ્કૂલ વાન ચાલક લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ઘરે બેઠા હતા. ગત રોજ તેમણે પોતાના ઘરે જ દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઇ  આત્મહત્યા કરી લીધી હતી.  સ્કૂલવાનના ચાલકનો મૃતદેહને  બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. મામલાની જાણ થતાં ડીંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.