Not Set/ સુરત: તુષાર ચૌધરી સામે બાંયો ચડાવનાર દર્શન નાયકની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ

  સુરત છેલ્લા એકાદ વર્ષથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલ જિલ્લા પંચાયત સભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ દર્શન નાયકનુ સસ્પેન્શન આખરે રદ્દ કરવામાં આવ્યુ છે અને તેમને ફરીથી કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચુંટણી પૂર્વે દર્શન નાયકને ફરી પક્ષમાં સમાવાતા કાર્યકર્તાથી લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ, શિષ્તભંગ બદલ […]

Gujarat
Darshan Nayak સુરત: તુષાર ચૌધરી સામે બાંયો ચડાવનાર દર્શન નાયકની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ

 

સુરત

છેલ્લા એકાદ વર્ષથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલ જિલ્લા પંચાયત સભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ દર્શન નાયકનુ સસ્પેન્શન આખરે રદ્દ કરવામાં આવ્યુ છે અને તેમને ફરીથી કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચુંટણી પૂર્વે દર્શન નાયકને ફરી પક્ષમાં સમાવાતા કાર્યકર્તાથી લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, શિષ્તભંગ બદલ દર્શન નાયકને એક વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ વિધાનસભાની ચુંટણી નજીકમાં આવતા દર્શન નાયક મોટુ માથુ ગણાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા હતા. આ ગતિવિધીઓના અંતે આખરે દર્શન નાયકની પક્ષમાં રી-એન્ટ્રી થઈ છે.

કોંગ્રેસના સીનીયર નેતા અને માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી સામે દર્શન નાયકે બાંયો ચડાવી હતી. કેટલાક સ્થળે જાહેરમાં તેમનો વિરોધ કરવાની ભૂલ નાયકને ભારે પડી ગઇ હોવાનો સૂર કોંગ્રેસમાં ઉઠયો હતો. એકસમયે ડો. તુષાર ચૌધરીના અંગત, વફાદાર અને વિશ્વાસુમાં સ્થાન પામતા દર્શન નાયકનું કોઇક મુદ્દે ડો. તુષાર સાથે વાંકુ પડયા બાદ તિરાડ પ્રતિદિન મોટી થઇ હતી.જો કે તુષાર ચૌધરીનો વિરોધ દર્શન નાયકને ભારે પડ્યો હતો અને તેમને 2014માં કોંગ્રેસમાંથી સસપેન્ડ કરી દેવાયા હતા.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જાડાયેલ દર્શન નાયકને જિલ્લા કોંગ્રેસમાં સૌથી સક્રિય નેતાઓમાંના એક ગણવામાં આવે છે. પરંતુ એકાદ વર્ષ અગાઉ કોઈ અગમ્ય કારણોસર પક્ષમાં વિવાદ ઉભો થતા દર્શન નાયકને શિષ્તભંગ બદલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લાના ઘણા ગામોમાં  દર્શન નાયકે ફરીને  પોતાની સ્થિતિ વધુ મજબુત કરવા પ્રયત્ન કર્યો હતો. જેના કારણે લાંબા સમયથી કોંગ્રેસમાં તેમને પરત લેવા માટેની માંગ પ્રબળ બની રહી હતી.  આ મુદ્દે હાઈકમાન્ડ સુધી રજુઆત થઈ હતી.