Not Set/ સુરત / વરાછા કો. ઓ. બેન્ક દ્વારા આત્મનિર્ભર લોનનું વિતરણ ચાલુ, આટલા કરોડનું વિતરણ

કોરોના ના કારણે લોકડાઉન માં આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા મધ્યમ વર્ગ માટે સહાયરૂપ એવી આત્મનિર્ભર લોન આપવાની શરૂઆત થઈ ગઈ છે. વરાછા કો ઓ બેન્ક દ્વારા આજે 200 લાભાર્થીઓ ને આશરે 1.50 કરોડ ની લોન ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં વેપાર ધંધા અને વ્યવસાય ઠપ થઈ જતા નાના ધંધાર્થીઓ અને ખાસ કરી […]

Gujarat Surat
43dffe574848911352ac73b132d6549b સુરત / વરાછા કો. ઓ. બેન્ક દ્વારા આત્મનિર્ભર લોનનું વિતરણ ચાલુ, આટલા કરોડનું વિતરણ

કોરોના ના કારણે લોકડાઉન માં આર્થિક રીતે બેહાલ થઈ ગયેલા મધ્યમ વર્ગ માટે સહાયરૂપ એવી આત્મનિર્ભર લોન આપવાની શરૂઆત થઈ ગઈ છે. વરાછા કો ઓ બેન્ક દ્વારા આજે 200 લાભાર્થીઓ ને આશરે 1.50 કરોડ ની લોન ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉનમાં વેપાર ધંધા અને વ્યવસાય ઠપ થઈ જતા નાના ધંધાર્થીઓ અને ખાસ કરી ને નાના દુકાનદારોની આર્થિક સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ છે એવા સમયે રાજ્ય સરકારે 1400 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે તેને અંતર્ગત રૂપિયા એક લાખ સુધીની લોન ની જાહેરાત કરવામાં આવી હતી તેના ફોર્મ નું વિતરણ પૂરું થઈ ગયું છે અને હવે સુરતની વરાછા કો ઓ બેંકે લોન આપવાની પણ શરૂઆત કરી દીધી છે. આજે સુરતના સાંસદ દર્શન જરદોષ ની ઉપસ્થિતિ માં 200 લાભાર્થીઓને 1.50 કરોડ ની લોન ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સંભવત સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નો અમલ શરૂ કર્યો છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.