Not Set/ સુરત/ 5 વર્ષની બાળકી સાથે બે સંતાનોનાં પિતાએ કર્યા અડપલાં

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોનનાં કેસ સતત વધી રહ્યા છે. તો બીજીબાજુ સ્ત્રીઓ સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. અવારનવાર અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે.  ત્યારે વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતમાં એક નરાધમે માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડલપાં કર્યા […]

Gujarat Surat
c400f1d2072c795ec87aaf924053a5d8 સુરત/ 5 વર્ષની બાળકી સાથે બે સંતાનોનાં પિતાએ કર્યા અડપલાં

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોનનાં કેસ સતત વધી રહ્યા છે. તો બીજીબાજુ સ્ત્રીઓ સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. અવારનવાર અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે.  ત્યારે વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતમાં એક નરાધમે માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડલપાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર વસાહતમાં બે સંતાનના પિતાએ એક પાંચ વર્ષની બાળકીને લાલચ આપી તેની પાસે બોલાવી હતી અને બાળકી સાથે ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હતા. જો કે, બાળકીને દુખાવો થતાં સમગ્ર ઘટાનાનો પર્દાફાશ થયો હતો. બાદમાં આરોપી રણજીત દગડુ ડોંગરે વિરૂ્દ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ માતા દ્વારા આ મામલાની ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.  માતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.ભટાર વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની માત્ર 5 વર્ષીય માસુમ બાળા કુલ 2 દિવસ પહેલાં પોતાના ઘરની પાસે રમી રહી હતી.

બાળકીની માતાના ફરિયાદ મુજબ, ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય માસુમ બાળા બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે પાડોસી રણજીત દગડુ ડોંગરે ત્યાં આવ્યો હતો. બાદમાં તેને ઘરે લઇ ગયો હતો.અને માસુમને રમાડવા લાગ્યો હતો. રમાડતા-રમાડતા નરાધમ રણજીતે માસુમના આંતર વસ્ત્ર કાઢી નાંખ્યા હતા અને ગુપ્તાંગ સાથે અડપલા કરવાનું શરૂ કર્યુ હતું. હવસખોરની આ હરકત બાદ બાળકી ઘરે પરત આવી ગઇ હતી. જો કે બાદમાં ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું બાળકીએ માતાને ફરિયાદ કરી હતી. માતાના પૂછપરછ બાદ બાળકીએ સમગ્ર હકિકત માતાને જણાવી હતી. બાળકીની ફરિયાદ બાદ માત પિતા આરોપીને ઘરે ગયા હતા. જ્યાં આરોપીએ બોલચાલ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પીડિત બાળકીની માતાએ આ મામલે આરોપી રણજીત વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.