Not Set/ સૌરાષ્ટ્રની અલગ અલગ ચાર ઘટનાઓમાં ચાર લોકોએ ડૂબી જવાથી જીવ ખોયા

ગુજરાતમાં પાછલા દિવસોમાં મેધો મનમુકીને વરસ્યો, સર્વત્ર પાણી જ પાણીનાં દ્રશ્યો જોવામાં આવ્યા. નદી-નાળા-ચેકડેમ-ડેમ-કેનાલો ભરાઇ અને બે કાંઠે જોવામાં આવી રહી છે. સોમાચાનાં સમયમાં નદી-નાળા-ચેકડેમ-ડેમ-કેનાલો કોઇ પણ જગ્યાએ જવુ અને તે પણ નાહવા માટે જવુ કેટલુ જોખમી છે તે તમામ જાણે જ છે, આમ છતા પણ સૌરાષ્ટ્રમાં પાંચ લોકોનાં આવા જ કારણે જીવ ગયા છે. જી […]

Gujarat Others
969964f74cf3908b3a0d2f9a23c33f45 સૌરાષ્ટ્રની અલગ અલગ ચાર ઘટનાઓમાં ચાર લોકોએ ડૂબી જવાથી જીવ ખોયા

ગુજરાતમાં પાછલા દિવસોમાં મેધો મનમુકીને વરસ્યો, સર્વત્ર પાણી જ પાણીનાં દ્રશ્યો જોવામાં આવ્યા. નદી-નાળા-ચેકડેમ-ડેમ-કેનાલો ભરાઇ અને બે કાંઠે જોવામાં આવી રહી છે. સોમાચાનાં સમયમાં નદી-નાળા-ચેકડેમ-ડેમ-કેનાલો કોઇ પણ જગ્યાએ જવુ અને તે પણ નાહવા માટે જવુ કેટલુ જોખમી છે તે તમામ જાણે જ છે, આમ છતા પણ સૌરાષ્ટ્રમાં પાંચ લોકોનાં આવા જ કારણે જીવ ગયા છે.

જી હા, સૌરાષ્ટ્રની અલગ અલગ ચાર ઘટનાઓમાં ચાર લોકોએ ડૂબી જવાથી જીવ ખોયા હોવાની વિગતો સામે આવી રહી છે. કચ્છનાં માંડવીના નાગલપુરમાં ડુબી જવાથી 14 વર્ષીય બાળકનું મોત નીપજ્યુ છે. ગામની પાસે આવેલા ચેકડેમમાં બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તો જામનગર નજીક બેડ નદીમાં ગણપતિ વિસર્જન સમયે યુવાન નદીમાં તણાયો હોય ફાયરની ટીમને જાણ કરાતા ટીમ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોરબંદરનાં કડછથી બગસરા જતા રસ્તા પર નવા ગયેલો યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હોવાની ઘટના સામે આવી છે.  મહુવાનાં માલણ બંધારામા ન્હાવા પડેલ યુવાનનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું.