Not Set/ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખંગા, બચાવ-રાહતની સ્થિતિને પહોંચીવળવા  NDRFની ટુકડી પહોંચી પોરબંદર

પાછલા 24 કલાકથી ગુજરાતભરમાં અત્ર તત્ર સર્વત્ર સારો વરસાદ  નોંધવામાં આવ્યો છે. અને હાલ પણ વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. દેવ-ભૂમી દ્વારકાનાં દ્વારકામાં 20 કલાકમાં 19 ઇંચ, પોરબંદરમાં 11 ઇંચ તો ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી સહિતનાં તમામ કાંઠાનાં જીલ્લાઓમાં પાણી જ પાણીના દ્વશ્યો વરસાદે સર્જી […]

Gujarat Others
9ad95584df3b052805133e747a47d623 સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખંગા, બચાવ-રાહતની સ્થિતિને પહોંચીવળવા  NDRFની ટુકડી પહોંચી પોરબંદર

પાછલા 24 કલાકથી ગુજરાતભરમાં અત્ર તત્ર સર્વત્ર સારો વરસાદ  નોંધવામાં આવ્યો છે. અને હાલ પણ વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. દેવ-ભૂમી દ્વારકાનાં દ્વારકામાં 20 કલાકમાં 19 ઇંચ, પોરબંદરમાં 11 ઇંચ તો ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી સહિતનાં તમામ કાંઠાનાં જીલ્લાઓમાં પાણી જ પાણીના દ્વશ્યો વરસાદે સર્જી દીધાનું વરસાદી આંકડા કહી રહ્યા છે. 

ભારે વરસાદ અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઇને NDRFની ટીમ  પોરબંદર આવી પહોંચી છે. ભારે વરસાદની આગાહીને લઈને ટીમ આવી પહોંચી હોવાની તંત્ર દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. પોરબંદરમાં આગામી દિવસો માટે 25 જવાનોની NDRF ટીમ બેઇઝ કેમ્પ સ્થાપી સૌરાષ્ટ્રભરમાં સંકટ સમયે લોકોની પડખે ઉભી રહેશે. બચાવ કામગીરી માટે બોટ સહિતની સાધનો સાથે ટીમ આવી પહોચેલી 25 જવાનોની NDRF ટીમ હાલ લોકો વચ્ચે જઇ પોતાની કામગીરી શરુ પણ કરી દીઘી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews