Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો થઇ જાવ સાવધાન…

કોરોનાનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે. આવામાં વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરુદ મેળવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ કોરોના વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. અહીંના નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ  થયા હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કેવડીયાખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાજ્યનો સૌથી મોટો કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાઈ […]

Gujarat Others
5b71e6438d2ba24213f751a8f696f4e3 સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો થઇ જાવ સાવધાન...

કોરોનાનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે. આવામાં વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરુદ મેળવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ કોરોના વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. અહીંના નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ  થયા હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, કેવડીયાખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાજ્યનો સૌથી મોટો કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાઈ હતો, જેમાં આશરે 2800 લોકોના કોવિડ ટેસ્ટ કરવા માટે 10 કેમ્પ ખોલવામાં આવ્યા હતા. કેવડીયાખાતે ફરજ બજાવતા સરકારી અને આઉટસોર્સીંગ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટની સઘન ઝુંબેશહાથ ધરાઇ હતી. જેમાંથી 50 કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 50 પોઝિટિવ પૈકી સીઆઇએસએફના 22 જવાનો અને અન્ય ખાનગી એજન્સીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોઝિટિવ કર્મચારીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સાથે જ આ કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. 

ઉલ્લેખીનીય છે કે, 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તેવી શક્યતા છે. ત્યારે તેમની મુલાકાત પહેલા તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.