Accident/ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના ઘટનાસ્થળે મોત,6ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ગમખ્વાર  અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. લગભગ 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે

Top Stories India
5 57 ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના ઘટનાસ્થળે મોત,6ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ગમખ્વાર  અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. લગભગ 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.મળતી માહિતી મુજબ, પીલીભીતના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક  ઝાડ સાથે અથડાઈને DCM હાઈવે પર  પલટી ગઈ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/ લદ્દાખથી સિક્કિમ સુધી ભારતીય સેનાએ હિમાચ્છાદિત શિખરો પર કર્યો યોગ, જુઓ ખાસ તસવીરો

ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. આ ભયાનક અકસ્માત સવારે ચાર વાગ્યાની આસપાસ બન્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ડીસીએમમાં ​​સવાર લોકો હરિદ્વારથી ગંગામાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો લખીમપુરના ગોલાના રહેવાસી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હતી. જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો છે.

પોલિટીકસ / ગુજરાતના ધારાસભ્યો દિલ્હીમાં કોંગ્રેસના સત્યાગ્રાહમાં જોડાયા : બનશે રાહુલ ગાંધીનો ટેકો

ઉલ્લેખનીય છે કે ગહાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે, મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અક્સમાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.