Not Set/ તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

અમરેલીઃ વાવાઝોડાના પગલે અમરેલીમાં આવેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યુ છે. ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઇ છે. તો વાવાઝોડાને પગલે અમરેલી તાલુકાના ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે. મોટાભાગના ખેતરમાં લહેરાતો ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. તો મોટા પ્રમાણમાં અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાઇ થયા છે. ભાવનગરઃ ભાવનગરમાં તોફાની […]

Gujarat Mantavya Exclusive
una તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

અમરેલીઃ
વાવાઝોડાના પગલે અમરેલીમાં આવેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યુ છે. ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઇ છે. તો વાવાઝોડાને પગલે અમરેલી તાલુકાના ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે. મોટાભાગના ખેતરમાં લહેરાતો ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. તો મોટા પ્રમાણમાં અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાઇ થયા છે.
amreli river તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

ભાવનગરઃ
ભાવનગરમાં તોફાની વાવાઝોડાની અસરને પગલે ઘોઘાનો દરિયો ભારે તોફાની બન્યો છે. વાવાઝોડાને લીધે દરિયામાં પંદર ફૂટ જેટલા ઉંચા મોછા ઉછળ્યા છે.

goga તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

ઉનાઃ
ઉનામાં પણ તાઉતે વાવાજોડું વેરી બન્યુ છે. તાઉતે વાવાઝોડાએ ઉનામાં ભારે નુકશાન પહોચાડ્યુ છે. ઉનાના અનેક સ્થળો પર તારાજીની તસવીરો જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ભારે નુકશાન પહોચ્યુ છે.

una 1 તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

જસદણઃ
રાજકોટના જસદણ પંથકમાં પણ વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો છે. વાવાઝોડાથી ફૂકાયેલા ભારે પવનના કારણે પંથકના અનેક ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. તો સમગ્ર વિસ્તારમાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. તો ઝુપડપટ્ટીમાં રહેતાં અનેક લોકોની ઘરવખરીને ભારે નુંકશાન પહોચ્યુ છે. ખાસ કરીને જસદણ વિસ્તારમાં અનેક મકાનોની છત ઉડી ગઇ છે. તો જસદણ અને વિંછીંયા પંથકમાં પણ અનેક વૃક્ષો ધરાશાઇ થઇ ગયા છે.

jasdan તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

ધોરાજીઃ
ધોરાજીમાં પણ વાવાઝોડાએ ભારે કહેર મચાવ્યો છે. ભારે પવનના લીધે ધોરાજીના રહેણાંક વિસ્તારોમાંથી મકાનોની છત ઉડી ગઇ છે. ધોરાજીના રાધાનગર વિસ્તારમાં મકાનોના છાપરા ઉડી જતાં તમામ ઘરવખરી પલળી ગઇ છે.

dhoraji તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

બોટાદઃ
બોટાદના ઢસામાં એક પાકા મકાનની દિવાલ ધરાશાઇ થઇ ગઇ છે. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. મકાન પાસે આવેલું વૃક્ષ વાવાઝોડાને લીધે મકાન પર પડતાં મકાની દિવાલ ધરાશાઇ થઇ ગઇ છે.

botad તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

નવસારીઃ
નવસારીના ખેંરગામમાં ભારે પવનને પગલે ઘર પર ઝાડ પડ્યું છે. ઘર પર ઝાડ પડતાં ઘર જમીનદોસ થઇ ગયુ છે. મોડી રાત્રી ફુંકાયેલા ભારે પવનથી સર્જાયેલી આ તારાજીમાં સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો છે.

navsari 1 તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ

વેરાવળ
તાઉતે વાવાજોડામાં ભારે ઉછાળા મારતાં દરિયાના પાણી વચ્ચે ફસાયેલા આઠ માછીમારોને બચાવી લેવાયા છે. ભારતીય કોસ્ટગાર્ડે વેરાવળના મધદરિયે ફસાયેલા આઠેય માછીમારોને બચાવી લીધા છે. તેઓને પ્રાથમિક ઉપચાર આપીને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

veraval તાઉતેની તબાહીની 10 તસવીરો, અનેક મકાનોની છત ઉડી, અનેક વૃક્ષો ધરાશાઇ