રાહત/ યુક્રેનમાં ફસાયેલા 100 ગુજરાતી વિધાર્થીઓ આવતીકાલે ગુજરાત પરત ફરશે,જાણો વિગત

ગુજરાતના 100 વિધાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા  થઇ ગઇ છે અને આવતીકાલે આ વિધાર્થીઓ ગુજરાત પરત આવશે

Top Stories Gujarat
20 5 યુક્રેનમાં ફસાયેલા 100 ગુજરાતી વિધાર્થીઓ આવતીકાલે ગુજરાત પરત ફરશે,જાણો વિગત
  • યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીને રાહત
  • ગુજરાતના 100 યુવાનોને પરત લાવવાની વ્યવસ્થા
  • આવતીકાલે 100 વિદ્યાર્થી ગુજરાત પહોંચશે
  • ભારતના 470 વિદ્યાર્થી રોમાનિયા પહોંચ્યા
  • 470 પૈકી 100 વિદ્યાર્થી ગુજરાતના છે

રશિયાએ યુક્રેન પર ગુરૂવારે હુમલો કરી દેતા પરિસ્થિતિ વધારે વણસી હતી,અને હાલમાં પણ યુદ્વ ચાલુ છે તેવા સંજોગોમાં 16 હજાર ભારતીયો ત્યાં ફસાયેલા છે તેનમને બહાર કાઢવા માટે ભારત સરકારે કમરકસી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મામલા પર નજર રાખી રહ્યા છે, યુક્રેનમાંથી ભારીતયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓને મોટી રાહત થઇ છે. ગુજરાતના 100 વિધાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા  થઇ ગઇ છે અને આવતીકાલે આ વિધાર્થીઓ ગુજરાત પરત આવશે,ભારતના કુલ 470 વિધાર્થીઓ બોર્ડર પાર કરીને રોમાનિયા પહોંચ્યા હતા. આ વિધાર્થીઓની કુલ સંખ્યામાંથી 100 વિધાર્થીઓ ગુજરાતના છે.