હૈદરાબાદ/ અસદુદ્દીન ઓવૈસીના લાંબા આયુષ્યની કામના સાથે અપાઈ 101 બકરાની બલિ

હૈદરાબાદના બાગ-એ-જહાંઆરા ખાતે રવિવારે એક વેપારીએ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે 101 બકરાની બલિ આપી છે.

Top Stories India
બકરાની બલિ

હૈદરાબાદના બાગ-એ-જહાંઆરા ખાતે રવિવારે એક વેપારીએ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે 101 બકરાની બલિ આપી છે. મલકપેટના ધારાસભ્ય અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અહેમદ બલાલાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હકીકતમાં, તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મેરઠથી દિલ્હી જઈ રહેલા સાંસદ ઓવૈસીની કાર પર ફાયરિંગ થયું હમતું. જોકે, તેને કોઈ ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો :આવતીકાલથી યુપી, દિલ્હી સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, જાણો..

3 ફેબ્રુઆરીના હુમલા બાદથી ઓવૈસીના સમર્થકો તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અસદુદ્દીન ઓવૈસી માટે ઝેડ શ્રેણીની સુરક્ષાને મંજૂરી આપી હતી. જોકે, તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.

AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી ઉત્તર પ્રદેશના મેરઠમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે છાજરાસી ટોલ પ્લાઝા પાસે તેમના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાપુડના એએસપીના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી સચિન પંડિતે ગોળીબાર કર્યો હતો. તેની પાસેથી 9 એમએમની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે આ કેસમાં બે લોકોની સચિન અને શુભમની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સચિને કહ્યું કે તેણે હત્યાના ઈરાદાથી ગોળી મારી હતી. તેણે પોતાને ભાજપનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો. શનિવારે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના છપરૌલી શહેરમાં એક રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું હતું કે મારા પર હુમલો કરનારાઓએ ગાંધીની હત્યા કરી હતી.

આ પણ વાંચો : સલમાન ખાને લતાજીનાં નિધન પર કર્યું ટ્વિટ, કહ્યું- તમારી ખુબ જ યાદ આવશે

આ પણ વાંચો :જાણો લતા મંગેશકરના નિધન બાદ લોકો ગૂગલ પર શું સર્ચ કરી રહ્યા છે……

આ પણ વાંચો :ચૂંટણી પ્રચાર માટે EC એ રોડ શો, વાહન રેલી પર પ્રતિબંધ લંબાવ્યો

આ પણ વાંચો : લતાજીએે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું, ત્યારે નેહરુની આંખો ભીની થઈ હતી