Not Set/ ધોરણ 11 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો ફેરફાર, આ રીતે લેવામાં આવશે પરીક્ષા, જાણો

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આ વર્ષે યોજાનાર ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા નવી પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગે અગાઉ 2017 માં યોજાનાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા વાર્ષિક પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે […]

Gujarat

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આ વર્ષે યોજાનાર ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા નવી પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગે અગાઉ 2017 માં યોજાનાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા વાર્ષિક પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મુજવણ હતી કે, તેમની પરીક્ષા કઇ રીતે યોજાશે.

ધોરણ 11 સાયન્સની 2017માં યોજાનાર પરીક્ષામાં 50 માર્ક્સના હેતુલક્ષી-ઓએણઆર અને 50 માર્ક્સ વર્ણનાત્ક ઢબના રહેશે.

પરીક્ષામાં ફેરફાર 2017 થી અમલમાં આવશે પ્રશ્નપત્રનાં 80 અને 20 ગુણનું આંતરીક મુલ્યાંકન રાખવામાં આવ્યું છે. આ પહેલા વાલીઓ દ્વારા પણ સેમેસ્ટર પદ્ધતિ દૂર કરીને બદલાવ લાવવા માટે રજૂઆત કરાઇ હતી.

નવી પદ્ધતિના અમલ પહેલાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 100 માર્ક્સના પેપરમાં 75 ટકા વર્ણનાત્મક અને 25 ટકા હેતુલક્ષી પ્રશ્ન પૂછાતાં હતાં. આ ઢબમાં હવે ફેરફાર થયો છે. જે પ્રમાણે હવેથી 50 ટકા વર્ણનાત્મક અને 50 ટકા હેતુલક્ષી-ઓએમઆર પ્રશ્નો રહેશે.