Not Set/ પાક વળતર/ 7 દિવસ બાકી, ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં થઇ શકે છે વધારો ?

ગુજરાતમાં આ કેલેન્ડર વર્ષ ખેડૂતો માટે પ્રમાણમાં ભારે રહ્યું તેવું કહેવુ અતિશયોક્તિ નહી લાગે. શરુઆતી સમયસર સારા વરસાદ બાદ, જરુરીયાત ઉપરાંરનાં વરસાદે ખેડૂતોની ચિંતા વઘારવાનું શરૂ કર્યુ અને બાદમાં એક પછી એક ઘટનાઓને કારણે ખેડૂતો ચિંતા અને નુકસાનીનાં ભાર તળે દબાતા ગયા, વાવઝોડા આવ્યા, ઉભેલા પાક નષ્ટ પામ્યા, નુકસાનીનાં વળતરમાં અનેક જગ્યાએ વળતરની ગણતરી સામે […]

Top Stories Gujarat
farmer online regi પાક વળતર/ 7 દિવસ બાકી, ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં થઇ શકે છે વધારો ?

ગુજરાતમાં આ કેલેન્ડર વર્ષ ખેડૂતો માટે પ્રમાણમાં ભારે રહ્યું તેવું કહેવુ અતિશયોક્તિ નહી લાગે. શરુઆતી સમયસર સારા વરસાદ બાદ, જરુરીયાત ઉપરાંરનાં વરસાદે ખેડૂતોની ચિંતા વઘારવાનું શરૂ કર્યુ અને બાદમાં એક પછી એક ઘટનાઓને કારણે ખેડૂતો ચિંતા અને નુકસાનીનાં ભાર તળે દબાતા ગયા, વાવઝોડા આવ્યા, ઉભેલા પાક નષ્ટ પામ્યા, નુકસાનીનાં વળતરમાં અનેક જગ્યાએ વળતરની ગણતરી સામે પ્રશ્નો ઉભા થયા જેવી અનેક ઉપરા છાપરી ઘટનામાં ખેડૂત ચિંતાતૂર થઇ ગયા.

સરકાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય બને સરકાર દ્વાર ખેડૂતોની આ મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે ઉભા રહેવાની વાત કરવામાં આવી અને પાક નુકસાની સામે વળતર જાહેર કરવામાં આવ્યું. સરકારી સહાયતા મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય, અત્યાર સુધી 23 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આંકડો જોતા અનેક ખેડૂતો કોઇને કોઇ કરાણ સાથે ઓનલાઈન અરજી કે રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનનાં હજુ 7 દિવસ બાકી છે. અને 7 દિવસમાં 5 લાખ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તેવી શકયતા જોવામાં આવી રહી છે. અને ખેડૂતોએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે, ત્યારે સરકાર દ્વારા આ મામલે સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે કે કેમ તેવી ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.